GSTV
Gujarat Government Advertisement

ભાજપનું વધ્યું ટેન્શન : JDUના ઉપાધ્યક્ષ બોલ્યા હવે 50-50 ફોર્મ્યુલા નહીં ચાલે

Last Updated on December 30, 2019 by Mayur

જેડીયુના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપનું ટેન્શન વધારતું નિવેદન આપ્યું છે. પ્રશાંત કિશોરે જણાવ્યું કે બિહારમાં જેડીયુ અને ભાજપ વચ્ચે ફિફ્ટી-ફિફ્ટીની ફોર્મ્યુલા નહીં ચાલે. જેડીયુએ બિહારમાં ભાજપની સરખામણીએ વધુ બેઠકો પર ચૂંટણી લડવી જોઇએ.

લોકસભા ચૂંટણીમાં બંને પક્ષોએ લગભગ સરખી બેઠકો પર ચૂંટણી લડી હતી. પ્રશાંત કિશોરે જણાવ્યું કે જેડીયુ બિહારમાં સિનિયર પાર્ટનર છે આથી આગામી વિધાનસભા ચૂંટણીમાં તેને વધુ બેઠકો મળવી જોઇએ.

લોકસભા ચૂંટણીની ફોર્મ્યુલા વિધાનસભામાં રિપીટ ન કરી શકાય. તેમણે કહ્યું કે જેડીયુ મોટી પાર્ટી છે. અને તેના 70 ધારાસભ્ય છે. જ્યારે કે ભાજપ પાસે લગભગ 50 ધારાસભ્ય છે. આ ઉપરાંત ચૂંટણીમા પણ નીતિશકુમાર જ મુખ્ય ચહેરો રહેશે અને તેના નામે જ ચૂંટણી લડાશે. આથી સ્વાભાવિક રીતે જ જેડીયુના ફાળે વધુ બેઠકો આવવી જોઇએ તેમ પ્રશાંત કિશોરે કહ્યું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર: હાલની સ્થિતિમાં રથયાત્રાનું આયોજન યોગ્ય નથી, મેડિકલ એસોસિએશને આપી દીધી આ ચેતવણી

Pravin Makwana

12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે કામની વાત: એકેડમિક કેલેન્ડરમાં મોટા પાયે ફેરબદલ થશે, આ વર્ષે પણ શૈક્ષણિક વર્ષ ખોરવાશે

Pravin Makwana

મોટી રાહત: GTUના તમામ PG-Ph.D કોર્સમાં હવેથી ટકાવારી મુજબ સ્કોલરશિપ અપાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!