GSTV

બિહારનાં CM નીતીશ કુમારે પ્રશાંત કિશોરને પાર્ટીમાંથી બતાવ્યો બહારનો રસ્તો, પવન વર્માની પણ હકાલપટ્ટી

નીતાશ કુમારે જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) ના બળવાખોર નેતાઓ પ્રશાંત કિશોર અને પવન વર્મા સામે મોટી કાર્યવાહી કરી છે. બંને નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. જણાવી દઇએ કે બુધવારે નીતીશ કુમારે પ્રશાંત કિશોર પર મોટો હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે જે પાર્ટીમાંથી બહાર જવા ઇચ્છે છે તે જઇ શકે છે. તેમના નિવેદન બાદથી માનવામાં આવી રહ્યું હતું કે જેડીયુ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે.

નીતીશ કુમારે કહ્યું કે પ્રશાંત કિશોરને ફક્ત અમિત શાહના કહેવાથી પાર્ટીમાં શામેલ કરવામાં આવ્યા હતા. નીતીશ કુમારના આ નિવેદન બાદ પ્રશાંત કિશોરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે નીતિશ કુમાર મને પાર્ટીમાં લેવા અંગે આવું ખોટું કેવી રીતે બોલી શકે છે. તમે નિષ્ફળ પ્રયાસ કર્યો છે. મારો રંગ તમારા જેવો નથી.

મંગળવારે પાર્ટીની બેઠકમાં હાજર ન હતા PK

રણનીતિકાર અને પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રશાંત કિશોર મંગળવારે બિહારમાં સત્તાધારી જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) ની બેઠકમાં હાજર થયા ન હતા. આવી સ્થિતિમાં, કિશોર જેડીયુ સાથે છે કે નહીં એવી વાતો વહેતી થઈ હતી. આ વિષય પર જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે ભાજપના નેતા અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોરને પાર્ટીમાં લેવામાં આવ્યા હતા અને હવે તેઓ જ્યાં ઇચ્છે ત્યાં જઇ શકે છે.

વિધાનસભા ચૂંટણીને લઈને બોલાવવામાં આવી હતી બેઠક

જેડીયુની આ બેઠક આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે બોલાવવામાં આવી હતી. બેઠક બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પ્રશાંત કિશોર અને પવન વર્મા વિશે પૂછતાં કહ્યુ, જેને જ્યાં જવું હોય ત્યાં જાય. અમારે અહીં ટ્વીટનો કોઈ અર્થ નથી. જેણે ટ્વીટ કરવી હોય એ કરે. અમારી પાર્ટીમાં મોટા અને બુદ્ધિજીવી લોકો માટે કોઈ સ્થાન નથી. બધા સામાન્ય લોકો છે. નીતીશે કહ્યું, ‘અમે કોઈને થોડા પાર્ટીમાં લાવ્યા છીએ.

પ્રશાંતકિશોરની પ્રતિક્રિયા

સીએમ નીતીશ કુમારનાં આ નિવેદન બાદ પ્રશાંત કિશોરે તેમની ઉપર નિશાન સાધ્યુ હતુ. પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને ‘જૂઠ્ઠા’ ગણાવ્યા હતા. પ્રશાંત કિશોરે મંગળવારે સાંજે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘નીતિશ કુમાર, જેડી (યુ) માં મને શા માટે અને કેવી રીતે શામેલ કરવામાં આવ્યો હતો તેના પર ખોટું બોલેવું એ દેખાડી રહ્યુ છે કે તમે પડી ગયા છો. મને તમારા જેવા બનાવવાનો આ એક નિષ્ફળ પ્રયાસ છે. જો તમે સત્ય કહી રહ્યા છો તો કોણ માનશે કે તમારી પાસે એટલી હિંમત છે કે તમે અમિત શાહે તમારી પાર્ટીમાં શામેલ કર્યા છે, તેની વાત સાંભળશો નહીં.

READ ALSO

Related posts

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાં બીજેપી નેતાઓનું આક્રમક રૂખ, દિલીપઘોષે મર્યાદા ભૂલી મમતા દીદીને આપી જાહેરમાં ગાળો

Karan

હૈદરાબાદ ચૂંટણી LIVE: ભાજપ-ટીઆરએસ વચ્ચે જબરદસ્ત ઘમાસાણ, ઓવૈસીત્રીજા ક્રમે

pratik shah

ભારતીય ભાંગને સંયુક્ત રાષ્ટ્રમાં મળ્યું દવા તરીકે સ્થાન, ઐતિહાસિક ચૂંટણીમાં 27 દેશોનું સમર્થન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!