GSTV

એનડીએ સાથેના ગઠબંધનને લઈને જેડીયુએ લીધો આ મોટો નિર્ણય

મોદી સરકારમાં સાંકેતિક ભાગીદારીનો ઇનકાર કરનાર જેડીયુએ બિહાર બહાર એનડીએ સાથે ગઠબંધનનો છેડો ફાડ્યો છે. જે અંગેનો મહત્વનો નિર્ણય પટનામાં મળેલી જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારણીમાં લેવામાં આવ્યો છે. જેથી જેડીયુ માત્ર બિહારમાં એનડીએ સાથે રહેશે અને બિહાર બહાર જેડીયુ એનડીએને ભાગ નહીં રહે.

જેડીયુના જણાવ્યા પ્રમાણે પાર્ટી જમ્મુ કાશ્મીર, હરિયાણા અને દિલ્હીમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે. દેશમાં મોદી સરકાર બનતાની સાથે જેડીયુએ મોદી કેબિનેટમાં સાંકેતિક ભાગીદારીમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો. નીતિશ કુમારે જણાવ્યુ હતુ કે, અમે એનડીએ સાથે છીએ અને રહીશુ.

ત્યારે હવે બન્ને પાર્ટી વચ્ચે રાષ્ટ્રીય કક્ષાએ મતભેદ સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેડીયુ રણનીતિ સાથે આગળ વધી રહ્યુ છે. મહત્વપૂર્ણ છે કે, પટનામાં મળેલી જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારણીમાં પ્રશાંત કિશોર પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કેસી ત્યાગી અને બિશિષ્ઠ નારાયણસિંહ સહિત જેડીયુના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

READ ALSO

Related posts

IPL 2020: રાજસ્થાન સામે વિજય બાદ કેપ્ટન દિનેશ કાર્તિકે કહી આ મહત્વની વાત

Ankita Trada

Unlock 5 School Reopening: સ્કૂલ- કોલેજો ખોલવા મામલે આટલા ટકા વાલીઓએ ભણ્યો નનૈયો, નહીં ખૂલે શકે સ્કૂલો

pratik shah

મોટા સમાચાર/ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસ ન પહોંચી શકે માટે ઘડાયો તખ્તો, યોગી સરકારે આ કલમ લાગુ કરી દીધી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!