જેડીએસ નેતાએ છરી નહીં, પરંતુ તલવારથી કાપી બર્થડે કેક, જુઓ VIDEO

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે, જોયું હશે. જન્મદિવસની કેક છરીથી કાપવામાં આવે છે. તમે પણ પોતાના જન્મદિવસની કેક હંમેશા છરીથી જ કાપી હશે. પરંતુ તમે ક્યારેય એવુ નહીં સાંભળ્યું હોય કે ક્યારેય કોઈ વ્યક્તિએ પોતાના જન્મદિવસની કેક તલવારથી કાપી હોય. પરંતુ આ હકીકત છે. એક જનતા દળ સેક્યુલર (જેડીએસ) નેતા મહમૂદ હુસૈને પોતાના જન્મદિવસની કેક તલવારથી કાપી. જેની તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.

આ બર્થડે ઉજવણીમાં પાર્ટીના કેટલાંક નેતા અને કાર્યકર્તા પણ સામેલ થયાં. પરંતુ કોઈએ આ બાબત પર ધ્યાન આપ્યું નહીં. આ સેલિબ્રેશનમાં થોડા સમય માટે કર્ણાટકના મુખ્યપ્રધાન પણ આવ્યા હતાં. બર્થડેની ઉજવણી બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter