GSTV

ગિરિરાજે ઈફ્તાર પાર્ટી પર કરેલાં ટ્વીટનો નીતીશ કુમારે આપ્યો જવાબ, શાહે લીધો ક્લાસ

બિહારની રાજધાની પટનામાં સીએમ અને જનતાદળ યૂનાઈટેડ નેતા નીતીશ કુમારે ઈફતાર પાર્ટીનું આયોજન કર્યુ હતુ. જેની ઉપર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બિહારનાં મુખ્યમંત્રી નીતીશકુમાર ઉપર ટ્વીટ કરી કટાક્ષ કર્યો હતો.

nitish kumar bihar

જેનો જવાબ આપતા નીતીશ કુમારે કહ્યુ હતુકે, ગિરિરાજ સિંહ મીડિયાની હેડલાઈન્સમાં રહેવા માટે આવી સસ્તી લોકપ્રિયતા માટે નિવેદનબાજી કરે છે. જેથી મીડીયા તેમની ખબરો બનાવતી રહે. જ્યારે બીજેપી અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે ગિરિરાજ સિંહને આવા નિવેદનો ન કરવા માટે કહ્યુ છે. અમિત શાહે ગિરિરાજ સિંહને ફોન કરીને ચેતવણી આપી હતીકે, તેઓએ આવા નિવેદનો કરવાથી બચવું જોઈએ.

ઉલ્લેખનીય છેકે, ગિરિરાજસિંહે તેના ટ્વીટર અકાઉન્ટમાંથી ટ્વીટ કર્યુ હતુકે, આવી જ રીતે નવરાત્રિમાં ફળાહારનું આયોજન કરાય તો ફોટો વધુ સારો આવતો. આપણા કર્મ ધર્મમાં આપણે પાછળ કેમ રહીએ છીએ,અને દેખાડો કરવામાં હંમેશા આગળ રહીએ છીએ. તો ગિરિરાજના ટ્વીટ ઉપર JDUએ તીખી પ્રતિક્રિયા આપી છે.

JDU પ્રવક્તા સંજય સિંહે ટ્વીટ કરીને કહ્યુ હતુકે, ગિરિરાજસિંહજી હિંદુનો મતલબ હિંસા નથી હોતી, અમે ઢોંગ નથી કરતાં ન તો દેખાડો કરીએ છીએ. મંદિર ત્યાંજ બનાવીશું, પરંતુ તારીખ નહી જણાવીએ, આ નારો અમે નથી આપતાં. દેશ ઉન્માદથી ચાલતો નથી. આવા નિવેદનો માનસિક રીતે બિમારી વ્યક્તિ જ આપી શકે છે.

READ ALSO

Related posts

ઈરાનના ટોપ ન્યૂક્લિયર વૈજ્ઞાનિકની હત્યા કરી દેવાઈ, લોકો કહે છે તેમને ‘ધ ફાધર ઓફ ઈરાનિયન બોમ્બ’

Pravin Makwana

અમદાવાદના આ 28 વિસ્તારમાં કોરોનાએ મચાવ્યો કહેર, જાણો કઈ કઈ સોસાયટીને જાહેર કરાઈ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન

Nilesh Jethva

મોદી સરકારે ખેડૂતો પર લાઠીઓ વરસાવી, કેજરીવાલ ખેડૂતોના કરશે વધામણા, ધરણા સ્થળ પર આવી સગવડો આપશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!