કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયા પરેશાન છે. બધા જ દેશ પોતાની હાજરની સ્થિતિ પ્રમાણે કોરોનાથી લડી રહ્યા છે. ભારત સરકાર પણ મોટા લેવલ પર કામ કરી રહી છે. તો ટાટા અને રિલાયન્સ જેવી દેશની તમામ કંપનીઓ પણ વેન્ટિલેટર્સ અને ડૉક્ટર્સની સુરક્ષા કિય બનાવવા પર કામ કરી રહ્યા છે. આ વચ્ચે JClean વેદર નામની કંપનીએ પણ એક એવી ટેકનીક વિકસિત કરવાનો દાવો કર્યો છે, જેના થકી કોરોનાથી સંક્રમિત નાના રૂમ અને નાની જગ્યાઓને વાયરસ મુક્ત કરી શકે છે.
વાયરસ 1 કલાકમાં 99.7 ટકા સુધી ખતમ
JClean વેદરે આ ટેકનિકનું નામ Scitech Airon રાખ્યુ છે અને આ ટેકનિક પર વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સાથે મોટા લેવલ પર કામ ચાલી રહ્યુ છે. આ કંપનીની ઓફિસ પુણેમાં છે. આ ટેકનિકને નિધિ પ્રયાસ પ્રોગ્રામ હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. કંપનીએ દાવો કર્યો છે કે, Scitech Airon મદદથી કોઈ નાની જગ્યા પર હાજર વાયરસને 1 કલાકમાં 99.7 ટકા સુધી ખતમ કરવામાં આવી શકે છે. આ ટેકનિકનો વપરાશ કોરોના વાયરસથી પીડિત દર્દીઓની હોસ્પીટલને વાયરસ મુક્ત કરવામાં વાપરવામાં આશે.

1000 યૂનિટ્સ પણ તૈયાર કરવામાં આવશે
Airon ની ટેસ્ટિંગ ઘણી આંતરરાષ્ટ્રીય લેબ, નાની જગ્યા, હોસ્પીટલ, સ્કૂલ અને ફર્મમાં થઈ ચૂકી છે. Airon બેક્ટીરિયા, વિષાણુ અને હાનિકારક બેક્ટેરિયને મારવામાં સક્ષમ છે. તે સિવાય આ કાર્બન મોનોઓક્સાઈઝ, નાઈટ્રોજન ડાયક્સાઈન જેવી ઝેરીલી ગેસને પણ ખતમ કરે છે. JClean ને આ ટેકનીક માટે વિજ્ઞાન અને ટેકનીક વિભાગ તરફથી 1 કરોડ રૂપિયા પણ મળ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે, 1000 યૂનિટ્સ પણ તૈયાર કરવામાં આવશે. જેને જલ્દી જ મહારાષ્ટ્રના તમામ હોસ્પીટલમાં ઈન્સ્ટોલ કરવામાં આવશે.
READ ALSO
- લાંબા સમય સુધી બેસી રહેવાથી તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે આ 3 ગંભીર પ્રભાવ, જાણો આ સમસ્યાનો ઉપાય
- શનિદેવને કરો પ્રસન્ન/ શનિવારે સાંજે કોઇને જણાવ્યા વિના જરૂર કરો આ ઉપાય, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર
- અંગદાન મહાદાન: અમદાવાદની મહિલાએ 3 લોકોને આપ્યું જીવનદાન, બ્રેઇનડેડથી થયું હતું મોત
- કામના સમાચાર/ વ્યસ્ત જીવનશૈલીમાંથી સમય કાઢી દરરોજ 1 કલાકનું કરો રનિંગ, આટલી વધી શકે છે તમારી ઉંમર
- તમારા રસોડામાં હાજર આ 4 મસાલા ડાયાબિટીસને કરી શકે છે કંટ્રોલ, આ રીતે કરો ઉપયોગ