GSTV

JBL C115 TWS ઈયરબડ્સ ભારતમાં લૉન્ચ, મળશે 21 કલાકનું બેટરી બેકઅપ, જાણો શું રહેશે કિંમત…

JBL C115 ટ્રૂલી વાયરલેસ ઈયરબડ્સ ભારતમાં લૉન્ચ કરવામા આવ્યા છે. આ ઈયરબડ્સમાં ઈન-ઈયર ડિઝાઈન છે અને સ્લીક ચાર્જિંગ કેસ સાથે તેને માર્કેટમાં લોન્ચ કરવામા આવ્યા છે. આ ડિવાઈસની ખાસ વાત એ છે કે, યૂઝર્સને કેસ સાથે ટોટલ 21 કલાકનું બેટરી બેકઅપ મળશે, આ સાથે તેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામા આવ્યું છે.

નવા JBL C115 TWS ઈયરબડ્સની કિંમત 4999 રૂપિયા રાખવામાં આવી છે. તેને લોકો એમેઝોન ઈન્ડિયા વેબસાઈટ પરથી ખરીદી શકે છે. ગ્રાહકો પાસે બ્લેક, મિંટ, રેડ અને વાઈટ કલરના વિકલ્પ રહેશે. આ બડ્સ સાથે નો-કોસ્ટ ઈએમઆઈ, અમેઝોન પે લેટર કેશબેક અને 1 વર્ષ સુધી હંગામા મ્યૂઝિકનું સબ્સક્રિપ્શન જેવી ઓફર્સ પણ મળી રહી છે.

JBL C115 TWS ના ફિચર્સ

  • આ બડ્સમાં બ્લૂટૂથ 5.0 સપોર્ટ સાથે 5.8 mm ડ્રાઈવર્સ આપવામા આવ્યા છે. મ્યૂઝિક અને કોલિંગ બંને માટે તેનો ઉપયોગ મોનો અથવા સ્ટીરિયો બંને મોડ્સમાં કરી શકાય છે. આ ઈન-ઈયર ડિઝાઈનવાળા બડ્સની સાથે ગ્રાહકોને બોક્સમાં 3 સાઈઝવાળા ઈયર ટિપ્સ મળશે.
  • JBL ના નવા ઈયરબડ્સમાં 6 કલાકની બેટરી મળશે, જ્યારે કેસ સાથે 15 કલાકનું એડિશનલ બેટરી બેકઅપ યુઝર્સને મળશે, એટલે કુલ 21 કલાકની બેટરી લાઈફ મળશે.
  • આ બડ્સમાં હેન્ડ્સ ફ્રી કોલિંગ, વોઈસ આસિસ્ટન્ટ અને મ્યૂઝિક ચેન્જ કરવા માટે ટચ કન્ટ્રોલ્સ આપવામા આવ્યા છે. આ બડ્સ ગૂગલ આસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સા બંનેને સપોર્ટ પણ કરે છે. તેમાં સાઉન્ડ એન્હાન્સ કરવા માટે JBL પ્યોર બેસનો સપોર્ટ ઉપલબ્ધ છે. બૉક્સમાં ગ્રાહકોને યુએસબી સી-ટાઈપ ચાર્જિંગ કેબલ મળશે.

Related posts

બે વર્ષની રિસર્ચ પછી આમિર ખાને રોક્યું મહાભારત પર કામ, જાણો શું છે કારણ ?

Mansi Patel

સુરત/ આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર રસાકસી, 20 મતથી જીતી આ પાર્ટી

Bansari

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની હાર પાછળ આમ આદમી પાર્ટી જવાબદાર, જીતી પણ નહિ જીતવા દીધી પણ નહિ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!