કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યમથકમાં જઈને વિજયાદશમીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના મામલે સવાલ ઉઠાવ્યો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશે કહ્યું છે કે ગત વર્ષે જૂનમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો આરએસએસના મુખ્યમથક જવાનો ઉદેશ્ય અને સંદર્ભ ખોટું હતું.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મોદી સરકાર બન્યા બાદથી જવાહરલાલ નહેરુના વારસા પર વ્યવસ્થિત રીતે હુમલા થઈ રહ્યા છે. પરંતુ દેશના પ્રથમ વડાપ્રધાનને ઈતિહાસથી ક્યારેય મિટાવી શકાશે નહીં. જયરામ રમેશે નહેરુ-મિથક ઔર સત્ય નામના પુસ્તકના વિમોચન પ્રસંગે આના સંદર્ભે ટીપ્પણી કરી હતી.
પ્રણવ મુખર્જીની નાગપુર મુલાકાત સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં જયરામ રમેશે કહ્યુ હતુ કે તે સમયે તેમણે પ્રણવ મુખર્જીને પત્ર લખ્યો હતો અને તેમણે કહ્યુ હતુ કે તેમને આશા હતી કે તેઓ નાગપુર જશે નહીં. તેના પછી પ્રણવ મુખર્જી અને તેમના સંબંધો રહ્યા નથી. તેઓ મુખર્જીને મળ્યા નથી અને પ્રણવ દાએ તેમને પણ બોલાવ્યા નથી.
જો કે તેમણે પ્રણવ મુખર્જી સાથે 25 વર્ષ સુધી કામ કર્યું છે. જયરામ રમેશે કહ્યું હતું કે જે પૃષ્ઠભૂમિ અને સંદર્ભમાં પ્રણવ મુખર્જી નાગપુર ગયા હતા. તે ખોટું હતું. નાગપુર ઘણાં લોકો ગયા છે. એવું નથી કે કોંગ્રેસ અને આરએસએસ વચ્ચે સંપર્ક રહ્યો નથી. ગોહત્યા પર રોક માટે કાયદો બનાવવાના સંદર્ભમાં જે સમિતિ બની હતી. તેમા ઈન્દિરા ગાંધી અને આરએસએસના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરને સામેલ કરવામાં આવ્યા હતા. તેમને લાગતું નથી કે સંપર્કમાં કંઈ ખોટું છે. પરંતુ જે ઉદેશ્ય અને સંદર્ભમાં પ્રણવ મુખર્જી નાગપુર ગયા હતા. તેના ઉપર ઘણાં સવાલો ઉઠે છે.
માટે તેમણે આનું સમર્થન કર્યું ન હતું. જયરામ રમેશે કહ્યુ છે કે જો પ્રણવ મુખર્જી આરએસએસના અસલી ચહેરા સંદર્ભે બોલત તો સારુ રહેત. જો તેઓ તે વખતે એમ કહેત કે આરએસએસનો ઈતિહાસ ખોટો છે. તો તેઓ માનત કે પ્રણવ દા મોટા સાહસી છે. તેમણે આરએસએસ સંદર્ભે સરદાર પટેલના વિચારોને લઈને બોલવું જોઈતું હતું. પરંતુ તેમણે વિવિધતામાં એકતા, બહુધર્મીયતા અને બહુભાષીય વિવિધતા સંદર્ભે વાત કરી હતી. આવી વાતો તો બધાં જાણે છે. તેના માટે તેમણે નાગપુરમાં જવાની જરૂરત ન હતી.
READ ALSO
- ‘તે મને જંગલ તરફ ખેંચી રહ્યો હતો, હું ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો’ : આ એક્ટ્રેસે જણાવી હૃદયદ્રાવક ઘટના
- ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે તપાસમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવ્યો કેન્દ્રીય ગૃહ મંત્રી મેડલ
- સાવધાન/ એક વાર પીઝા ખાવાથી જીવનની 7.8 મિનિટની ઉંમર થાય છે ઓછી, લાંબુ જીવન જીવવું હોય તો આ વસ્તુઓથી બનાવી લેજો દૂરી
- મૌની રોયે હોટલની બહાર પૈસા માગનારી બે મહિલાઓને ગળે લગાડી, પ્રેમ વરસાવી કર્યું વહાલ, Video જોશો તો તમે પણ વિચારતા રહી જશો
- ‘હર ઘર તિરંગા’ / પોસ્ટ વિભાગે માત્ર 10 દિવસમાં 1 કરોડથી વધુ રાષ્ટ્રીય ધ્વજનું કર્યું વેચાણ, 4.2 લાખ કર્મચારીઓ ખડેપગે