GSTV
India News Trending

જયરામ રમેશે લખ્યો પત્ર, મે અથવા જૂનમાં વિશેષ સત્ર બોલાવવાની કરી માગણી

Jayram

સંસદના બજેટ સત્રના બીજા હિસ્સામાં ખાસ કોઈ કામગીરી થયા વગર શુક્રવારે સંસદની કાર્યવાહી સમાપ્ત થઈ હતી. સંસદના 23 દિવસોના સમયગાળામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ખૂબ તૂતૂ-મેમે અને હંગામાની સ્થિતિને કારણે સંસદીય કાર્યવાહી ઠપ્પ રહી હતી. હવે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે મે અને જૂનમાં સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી છે. જયરામ રમેશે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે આ સંદર્ભે વાતચીત કરી છે. જયરામ રમેશે વેંકૈયા નાયડુને અપીલ કરી છે કે, મોદી સરકારને સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે તેઓ વાત કરે. જયરામ રમેશે કહ્યુ છે કે મે અથવા જૂનમાં બે સપ્તાહનું વિશેષ સત્ર બોલાવીને બાકી બચેલા બિલને પારીત કરાવવા જેવા ધારકીય કામકાજને પૂર્ણ કરી શકાશે. આના માટે કોંગ્રેસના નેતા જયરામ રમેશે ઉપરાષ્ટ્રપતિને એક પત્ર પણ લખ્યો છે. જો કે આ લેટર તેમણે કોંગ્રેસ પાર્ટી તરફથી નહીં પણ વ્યક્તિગત રીતે લગ્યો છે.

Related posts

સૈયા દિલ મેં આના ફેમ અંજલિ અરોરા ફેક MMS કાંડ, વીડિયો વાયરલ થતાં રડતી આંખે કહ્યું ઈજ્જત સાથે તો ના રમત કરોઃ આવી છે સમગ્ર ઘટના

Binas Saiyed

‘તે મને જંગલ તરફ ખેંચી રહ્યો હતો, હું ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો’ : આ એક્ટ્રેસે જણાવી હૃદયદ્રાવક ઘટના

Binas Saiyed

BIG NEWS : ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે મળશે સન્માન, કેન્દ્ર સરકારે નામની કરી જાહેરાત

GSTV Web Desk
GSTV