ગાંધીનગરમાં સીએમ રૂપાણીની અધ્યક્ષામાં મળેલી કેબિનેટ બેઠકમાં તુવેર, ચણા અને રાયડાને ટેકાના ભાવે ખરીદીની મંજૂરી મળી છે. કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યુ હતુ કે, તુવેરની ખરીદી માટે 15 જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરવામાં આવશે. અને પહેલી ફ્રેબુઆરીથી પહેલી મે દરમ્યાન ખરીદી કરવામાં આવશે.

ટેકાના ભાવે ખરીદવાની સરકારની જાહેરાત
ગત વર્ષે તુવેરનો ભાવ 5 હજાર 800 હતો જે વધારી 6 હજાર પતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. તુવેરીની ખરીદી રાજ્યના 150 યાર્ડમાં થવાની છે. ચણાની ખરીદી માટે પહેલી ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને 16 ફેબ્રુઆરીથી ત્રણ મહિના સુધી ખરીદી કરવામાં આવશે.

આ પાકની ખરીદી માટે સરકારની જાહેરાત
ચણાની ખરીદી 188 કેન્દ્ર પર કરાશે. ચણા 5,100 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદાશે. તો રાયડા માટે પહેલી ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાશે. અને 4,650ના ભાવે 99 માર્કેટ યાર્ડમાં ખરીદવામાં આવશે. તેમણે કહ્યું કે જો કોઈને પેમેન્ટ બાકી હશે તો બે-ત્રણ દિવસમાં ચૂકવી દેવામાં આવશે. આ ઉપરાંત ડાંગર અને મકાઈની ખરીદીની તારીખ 31 જાન્યુઆરી સુધી લંબાવવાની જાહેરાત કરી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- સરકારે લીધો મોટો નિર્ણય: હવે ખેડૂતોને મળશે વધારે કિંમત, આ પાક માટે વધારી 375 રૂપિયા MSP
- બાઈડેન સરકારનો મોટો નિર્ણય,અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સનાં કામને લઈને આપી મોટી રાહત
- જો ભારતમાં લોકોને આટલા જ સમયની અંદર કોરોના વેક્સિન નહીં અપાય તો…
- ધોરણ 9-11ના વર્ગો શરૂ કરવાને લઈને કોંગ્રેસે આપી પ્રતિક્રિયા, સરકાર પર ઉઠાવ્યા સવાલ
- નવા કૃષિ કાયદાની અસર: જૂનાગઢ માર્કેટ યાર્ડની આવકમાં થઇ રહ્યો છે ધરખમ ઘટાડો, ખેડૂતો માટે તોળાતી આફત