GSTV

અરે બાપ રે! બુઢ્ઢો બનીને દેશમાંથી ભાગી રહેલા આ શખ્સે કર્યા છે આવા મોટા કાંડો

8 સપ્ટેમ્બરના રોજ 32 વર્ષીય જયેશ પટેલ દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર પકડાયો હતો. કેમ પકડાયો કારણ કે તેમણે સફેદ દાઢી, માથા ઉપર પાઘડી, સફેદ કુર્તો, ચહેરા પર નિષ્કપટ અભિવ્યક્તિ દ્વારા પોતાનો લૂક 81 વર્ષના વૃદ્ધનો બનાવ્યો હતો. બનાવટી પાસપોર્ટ બનાવ્યો. તેણે પોતાનું નામ અમરિક સિંહ રાખ્યું અને એરપોર્ટ પર પહોંચી ગયો. ત્યાં સીઆઈએસએફના જવાનોને કંઈક અજુગતુ લાગ્યુ હતુ. ‘વૃદ્ધ માણસ’ ની ત્વચા અને વર્તન થોડું વિચિત્ર લાગ્યું. જયેશે એરપોર્ટ પર ચેકિંગ કરાવવાની ના પાડી. કહ્યું કે તે ખૂબ જ વૃદ્ધ છે, તેથી તે લાંબા સમય સુધી ઉભો રહી શકતો નથી. સબ-ઇન્સ્પેક્ટર રાજવીરસિંહે નોંધ્યું છે કે ‘વૃદ્ધ વ્યક્તિ’ આઈ કોન્ટેક્ટ નથી કરી રહ્યો. શંકા અહીંથી શરૂ થઈ હતી અને તે પછી તેની ખૂબ જ સખત પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ તેણે પોતાની તેની સાચી ઓળખ જાહેર કરી. તેણે જણાવ્યું કે તે અમદાવાદ, ગુજરાતનો રહેવાસી છે અને તેનું સાચું નામ જયેશ પટેલ છે.

જયેશને 1 દિવસમાં જ મળી ગયો હતો પાસપોર્ટ

જયેશ પટેલે 20 ઓગસ્ટે પાસપોર્ટ માટે અરજી કરી હતી અને 21 ઓગસ્ટે તેને પાસપોર્ટ મળ્યો હતો. માત્ર 1 દિવસમાં જ તેને દિલ્હીના સરનામે પાસપોર્ટ મળી ગયો હતો. જ્યારે તેણે તત્કાલ માટે અરજી પણ કરી ન હતી. બનાવટી નામો અને સરનામાં પર અસલી પાસપોર્ટ રજૂ કરાયો હતો. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે સાક્ષી માટે જે 2 લોકોના નામ હતા તેમનો પણ સંપર્ક કરવામાં આવ્યો નથી. ઘણી કાનૂની કાર્યવાહી હવામાં મૂકવામાં આવી હતી.

પોલીસનું કહવું છેકે, આ સંભવ છેકે, પોલીસ વેરિફિકેશનમાં અમુક લોકો પ્લાન્ડ રીતે સામેલ થાય છે. કોઈ ઈમિગ્રેશનનો માણસ પણ આ બધામાં મળેલો હોઈ શકે છે. કારણકે એક દિવસમાં પાસપોર્ટ બનીને આવવો ઘણા સવાલો ઉભા કરે છે. પાસપોર્ટ બનાવવા માટે નકલી આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડ પણ બનાવવામાં આવ્યા હતા. આ તપાસનો વિષય છેકે, આધાર કાર્ડ માટે જે ફિંગર પ્રીન્ટની જરૂર હોય, ત્યાં ચિટિંગ કેવી રીતે સંભવ છે. પોલીસે હજી સુધી આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી. પોલીસનું કહેવું છેકે,તપાસ હજી ચાલુ છે.

READ ALSO

Related posts

2020માં સિલ્વર સ્ક્રિન પર રાજ કરશે અક્ષય કુમાર , બોલીવુડના ખેલાડી પર ખેલાયો રૂપિયા 500 કરોડનો જુગાર

Bansari

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર ખેડૂતોના રોષનો ભોગ બની, પાવર સબ સ્ટેશનને જ લગાવી દીધી આગ

Mayur

‘ગંભીરે’ રાજનીતિને ‘ગંભીર’ રીતે ન લેતા દિલ્હીમાં લાગ્યા પોસ્ટર, ‘શું તમે આ વ્યક્તિને જોયો છે ?’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!