GSTV

IPLમાં પોરબંદરના ખેલાડીને જેટલામાં ખરીદાયો તેટલામાં 4 મલિંગા આવી જાય અને 40 લાખ વધે તે નોખા

Last Updated on December 18, 2018 by Mayur

જયદેવ ઉનડકટ. ક્રિકેટ જગતનો એ ખેલાડી જેણે કોઇ ખાસ રેકોર્ડ બનાવ્યા નથી. પણ તેનું બેન્ક બેલેન્સ ખતરનાક બની ગયું છે. અને જો કોઇ ખેલાડીનું બેંક બેલેન્સ વધી જાય તો સમજી જવું તેને આઈપીએલમાં માતબર રકમથી ખરીદવામાં આવ્યો છે. જયદેવ ઉનડકટ પર એટલા પૈસા લગાવવામાં આવ્યા છે જેટલા કોઇ યુવા ખેલાડી પર લગાવવામાં આવે તો તે સારું પ્રદર્શન કરી શકે. પણ જયદેવે પોતાની આઇપીએલ કરિયરમાં એવું કોઇ ખાસ પ્રદર્શન પણ નથી કર્યું.

કોઇ વાર તો ટીમે સારું પ્રદર્શન કર્યું હોય ત્યારે જયદેવે પોતાની નિષ્ફળતાથી મેચ હરાવ્યાના દાખલા આઇપીએલના દસ્તાવેજમાં કેદ છે. રાજસ્થાન રોયલ્સ જયદેવ ઉનડકટ પર એટલી મહેરબાની થઇ ગઇ કે તેને 8.4 કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં આવ્યો છે. જેમાં મલિંગા જેવા ચાર ખેલાડીઓ ખરીદાય જાય અને 40 લાખ રૂપિયા બચે તો ચીયરલીડર્સ પાછળ ખર્ચી પણ શકાય. જણાવી દઇએ કે મલિંગાને મુંબઇ ઇન્ડિયન્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ગત્ત આઇપીએલમાં પણ જયદેવ ઉનડકટ બીજો સૌથી મોંઘો ખેલાડી હતો. તેને 11.5 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સે જ ખરીદ્યો હતો. દરેક મેચમાં જયદેવ ઉનડકટ બોલિંગ કરી અને બેટ્સમેનોએ તેને રાતા પાણીએ રોવડાવ્યો. ઉપરથી ટીમને રડવાનું આવ્યું તે તો અલગથી.

2018માં તેણે 15 મેચો રમેલા. જેમાંથી 11 વિકેટ મેળવી હતી. 9.65ના પ્રતિ રેટે બાઉન્ડ્રી આપી હતી. આ સિવાય કંઇ નવું કામ નહોતું કર્યું. 2017માં ધોનીની કેપ્ટનશીપ હેઠળ તે પૂણે તરફથી રમ્યો હતો. જેમાંથી 12 મેચોમાં 24 વિકેટ મેળવી હતી. આ સમયે તેની ઇકોનોમી 7 રન પ્રતિ ઓવર હતી. 2016માં તેણે એક મેચ રમેલો હતો અને એક વિકેટ મેળવી હતી.

ઓવરઓલ જયદેવ ઉનડકટના પ્રદર્શન પર નજર કરવામાં આવે તો તેણે 62 મેચો રમેલા છે. જેમાંથી તેને માત્ર 67 વિકેટ મળેલી છે. ઇકોનોમી રેટ પર નજર કરવામાં આવે તો 8.39નો છે. આ કોઇ ખાસ આંકડા નથી. ઉનડકટ સિવાયના ઘણા ખેલાડીઓ રણજીમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે પણ તેમને મેચ રમવાનો ચાન્સ નથી મળતો. ત્યારે 2019ની આઇપીએલમાં જયદેવ ઉનડકટ કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે.

Related posts

રામ મંદિર / રામ ભક્તો માટે મોટા સમાચાર, આ વર્ષ સુધીમાં કરી શકશો રામલલાના દર્શન

Zainul Ansari

સર્વેક્ષણ બાદ સી-વોટરની ભવિષ્યવાણી: ઉત્તર પ્રદેશમાં ભાજપ-યોગી સરકારનો રહેશે દબદબો

Pritesh Mehta

Tokyo Olympics: 10 વર્ષની ઉંમરથી લીધી ટ્રેનિંગ, પિતા રોજ 40 કિમી દૂર સુધી દૂધ-ફળ આપવા આવતા પિતા, જાણો કોણ છે રવિ દહિયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!