GSTV

પૂજારાની પત્નીને આ બોલરે ટ્રોલ કરી, મળ્યો આવો જવાબ

Last Updated on August 10, 2017 by

ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા 50 ટેસ્ટ મેચ રમનાર ખેલાડી બન્યો છે. તેણે સદીની સાથે આ મેચને વધુ યાદગાર બનાવી હતી. જો કે, આ મેચને લઇને પૂજારાએ સોશ્યલ મીડિયા પર એક ટ્વિટ કર્યું હતું. જેમાં એક ખાસ ચહેરો તે મિસ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું ત્યારે પૂજારાના આ ટ્વિટ બાદ ઝડપી બોલર જયદેવ ઉનડકટે કરેલી કોમેન્ટ બાદ પૂજારની પત્નીએ તેને જડબાતોડ જવાબ આપ્યો હતો.

ઘણી વખત પૂજારા બેટિંગ કરતો હોય છે ત્યારે તેની પત્ની પૂજા સ્ટેન્ડમાં બેસીને તેને ચિયર કરી હોય છે. પરંતુ, જ્યારે પૂજારા પોતાની 50મી ટેસ્ટ મેચ રમી રહ્યો હતો ત્યારે તેની પત્ની સ્ટેડિયમમાં હાજર ન હતી. પોતાની લાગણીઓ વ્યકત કરતા પૂજારાએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે, 50મી ટેસ્ટ યાદગાર હતી. તેને ખાસ બનાવવા માટે સૌનો આભાર. પરંતુ, સ્ટેન્ડમાં એક ચેહરાને હું મિસ કરી રહ્યો હતો.

પૂજારાના આ ટ્વિટ બાદ ઝડપી બોલર જયદેવ ઉનડકટે તેને ચીઢવતા કોમેન્ટ કરી હતી કે, હું પણ એ ચહેરાને મિસ કરી રહ્યો હતો. હું ઇચ્છુ છુ કે તે આ મેચને જુએ અને સમજે. તો બીજીતરફ જયદેવની આ કોમેન્ટ પર પૂજારાની પત્નીએ રિપ્લાય કરતા લખ્યું કે, ઉનડકટ હું જરૂર બેસીને મેચ જોઇશ અને સમજીશ પણ. પરંતુ પહેલા તમારે મારી પેન્ડિંગ ઓફરને પૂરી કરવી પડશે. હું એટલી સારી છું કે, આ ઓફ વિશે અહીં નહીં બતાવું.

Related posts

કોરોના / અમેરિકન વેક્સિન કંપનીએ ભારતમાં રસીના ટ્રાયલ માટેની અરજી પાછી ખેંચી, ન જાહેર કર્યું કારણ

Zainul Ansari

7th Pay Commission : આવી રહ્યા છે વધુ એક સારા સમાચાર! રૂ .95,000 વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર

Vishvesh Dave

IRCTCની શાનદાર ઓફર/ જયપુર સહિત આ 6 સ્થળોની મુલાકાત લો, તમને મફત રહેઠાણ અને ભોજનની મળશે સુવિધા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!