તો કોંગ્રેસના નેતા જયરાજસિંહે કહ્યુ હતુ કે કોરોનાની મહામારી વચ્ચે પોલીસે સામાન્ય 39 જેટલા સામાન્ય નાગરિકને પાસા કરી છે. ત્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા અને સરકામાં બેઠેલા લોકો સામે કેમ પગલા લેવામાં આવતા નથી. સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદન સામે પગલા લેવાય પણ કુમાર કાનાનીના પુત્ર સામે પગલા ન લેવાય. સરકારે બેવડી નીતી બંધ કરવી જોઇએ. કોંગ્રેસના નેતા જયરાજસિંહ કહ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીના બેવડા ધોરણો ખુલ્લા પડયા છે. કાયદો માત્ર સામાન્ય જનતા માટે છે કે નેતાઓ માટે પણ કાયદો છે તે સરકાર નક્કી કરે.
ગુજરાતમાં સુરતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. સુરતમાં કરફ્યુંનું ચુસ્ત પાલન કરવું પડે તેવી સ્થિતિ છે. આ ગંભીર સ્થિતિમાં પણ લોકો કરફ્યુંના નિયમોનું પાલન કરી રહ્યાં નથી. સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રનો વિવાદ સામે આવ્યો છે. કિશાર કાનાણીએ થોડા દિવસો પહેલાં જ તમામને સોશિયલ મીડિયા મારફતે અપીલ કરી હતી કે, સુરત પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે મધ્યરાત્રિથી 12 વાગ્યાથી તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઘરે રહો અને સુરક્ષિત રહો પણ જાહેરનામાનો મંત્રી પુત્રએ પાલન કર્યું નથી.

મહિલા કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કર્યાનો આરોપ
સુરતમાં એક મહિલા કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કર્યાનો આરોપ લાગતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ઘટનામાં મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં મંત્રી કુમાર કાણાંનીના પુત્ર પ્રકાશ કાનાણીએ દુર્વ્યવહાર કર્યાનો આરોપ છે. જોકે, આ મહિલાએ ઉચ્ચ અધિકારીઓને ફોન પણ કર્યા હતા. જેઓને બંદોબસ્ત પૂર્ણ કરીને નીકળી જવાની સલાહ અપાઈ હતી. આ મામલો આજે તુલ પકડી રહ્યો છે.
ભલામણ માટે આરોગ્યમંત્રીના પુત્ર દોડી આવ્યા
સુરતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. આ દરમિયાન પોલીસ પણ આ બાબતે કાર્યવાહી કરી રહી છે. વરાછામાં ગત રાત્રે કર્ફ્યૂ દરમિયાન કારમાં નીકળેલા ચાર શખ્સોને રોકતા તેમની ભલામણ માટે આરોગ્યમંત્રીનો પુત્ર દોડી આવ્યા હતો. જે દરમિયાન માથાકૂટ એટલી વધી હતી કે પોલીસ કોન્સ્ટેબલને 365 દિવસ એક જ જગ્યાએ ડ્યૂટી કરાવવાની ધમકી અપાઈ હતી. જેમાં મહિલા કોન્સ્ટેબલે ગાડીની ચાવી લઇ લઇને તાડુકી ઉઠી હતી. મહિલા કોન્સ્ટેબલે તારા બાપની નોકર છું, તેમ કહી આ કોન્સ્ટેબલે વરાછા પોલીસ ઈન્સ્પેક્ટરને ફરિયાદ કરતાં તેને પોઈન્ટ ઉપરથી હટી જવાનું કહેતો ઓડિયો વાઈરલ થયો છે. અધિકારીએ પણ આ પોઇન્ટ છોડી દેવાની સલાહ આપી હતી.
હીરાબજારમાં ફરજ પર હતા લેડી કોન્સ્ટેબલ
લીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ સુનિતા યાદવે (constable suniat yadav) ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ પર હતી. આ દરમિયાન જ કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાને તેને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો (Prakash kanani) પ્રકાશ કાનાણી (son of Minister kumar kanani) આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડીના ઓડિયો વાયરલ થઈ રહ્યાં છે. આ મામલો હવે તુલ પકડી રહ્યો છે. પોલીસ કર્મચારી તો પોતાની ફરજ બજાવી રહી હતી. આ દરમિયાન કુમાર કાનાણી અને તેમના મિત્રોએ કરેલી મનમાની બાદ કોન્સ્ટેબલે પિત્તો ગુમાવી દીધો હતો. આ મહિલા કર્મચારી સાથે અભદ્દ ભાષામાં વાતચીત થઈ હતી.
Read Also
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….