GSTV

Coronaનો ભરડો, છેલ્લા 24 કલાકમાં નવા 256 પોઝિટિવ કેસ, વધુ 6 લોકોના મોત

Last Updated on April 26, 2020 by pratik shah

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં Corona ના 256 કેસ પોઝિટિવ નોંધાયા છે. 6 ના મોત 17 લોકો સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદ 182, આણંદ 5, બનાસકાંઠા 11, ભાવનગર 5, છોટાઉદેપુર 2, ગાંધીનગર 4, મહિસાગર 1, પંચમહાલ 5, પાટણ 1, નવસારી 1, સુરત 34, સુરેન્દ્રનગર 1, વડોદરામાં 7 કેસ નોંધાયા છે.જેમાં સૌથી વધારે Corona ના અમદાવાદમાં 182 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ કેસનો આંક 3071 એ પહોંચ્યો છે. 30 લોકો વેન્ટિલેટર પર છે. સરકારે અત્યારસુધીમાં 48315 અત્યારસુધી ટેસ્ટ થયા છે. 24 કલાકમાં નવા 6 લોકોનાં મોત થયા છે. અમદાવાદમાં કુલ કેસનો આંક 2033એ પહોંચ્યો છે.

અત્યાર સુધીના કુલ Corona પોઝિટિવ દર્દીની સંખ્યા 3071 છે. જેમાંથી 2616 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 282 લોકો સાજા થઈને ઘરે ગયા છે. અને કુલ 133 લોકોના મોત થયા છે.વર્તમાન સમયમાં હોમ ક્વોરન્ટાઇનમાં 32119 લોકો, સરકારી ક્વોરન્ટાનમાં 3565 લોકો પ્રાઈવેટ ક્વોરન્ટાઈનમાં 246 લોકો છે. જે મળીને કુલ ક્વોરન્ટાઈનમાં રહેલા લોકોની સંખ્યા 36730 છે.

આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ત્રણ હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 3,061 કેસ થયા છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 6 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 133 પર પહોંચ્યો છે. તો 17 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 182 નવા કેસ ઉમેરાયા છે. ત્યારે અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંક 2003 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 3 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 86 થયો છે. આ ઉપરાંત આજે 2 દર્દીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 115 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

ક્યાં જિલ્લામાં કેટલા કેસ ?

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ200386115
વડોદરા2301256
સુરત  4961516
રાજકોટ 410014
ભાવનગર400518
આણંદ410314
ભરૂચ 290210
ગાંધીનગર 230212
પાટણ160111
નર્મદા120000
પંચમહાલ 170200
બનાસકાંઠા270001
છોટાઉદેપુર130003
કચ્છ060101
મહેસાણા070002
બોટાદ120100
પોરબંદર030003
દાહોદ 040001
ખેડા 050001
ગીર-સોમનાથ030002
જામનગર010100
મોરબી 010000
સાબરકાંઠા030002
મહીસાગર90000
અરવલ્લી 180100
તાપી010000
વલસાડ050100
ડાંગ010000
નવસારી010000
સુરેન્દ્રનગર010000
કુલ3061133282

નવસારીમાં એક બાદ એક Corona ના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે જિલ્લામાં ચોથો કેસ નોંધાયો છે. 65 વર્ષના વૃદ્ધમાં Corona ના લક્ષણો દેખાતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમનો Corona રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના સંક્રમિત વૃદ્ધના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની ઓળખ કરવાના પ્રયાસો પણ શરૂ થયા છે.

  • નવસારી જિલ્લામાં Corona નો ચોથો કેસ નોંધાયો
  • નવસારી તાલુકાના 65 વર્ષીય વૃદ્ધમાં Corona ના લક્ષણો દેખાતા સિવિલ હોસ્પિટલમાં દાખલ
  • આરોગ્ય વિભાગે દ્વારા લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ
  • તંત્ર દ્વારા વૃદ્ધના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની ઓળખ કરવાના પ્રયાસો શરૂ

સુરતમાં વધુ એક દર્દીનું મૃત્યું

આ મામલે ગૃહ મંત્રાલયે જણાવ્યુ હતુ કે, દેશના ઘણા ભાગોમાં લૉકડાઉનના ભંગની ઘટનાઓએ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી દીધું છે, જેનાથી Corona ચેપ પણ ફેલાઇ શકે છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે અમદાવાદ, સુરત, હૈદરાબાદ, થાણે અને ચેન્નઇમાં સ્થિતિ ખૂબ ગંભીર ગણાવી છે.  તો વળી આ ટીમને લોકડાઉનનો ભંગ કરનાર વિરૂદ્ધ કડક પગલાં લેવાની સત્તા પણ  અપાઈ છે.

રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 2815

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કુલ Corona સંક્રમિતોની સંખ્યા છે 2815 જેમાં અમદાવાદના દર્દીઓની સંખ્યા થઈ છે 1821 અર્થાત 64.68 ટકા એટલે કે રાજ્યના કુલ સંક્રમિતોમાં અમદાવાદના કેસ 65 ટકા છે. રાજ્યમાં કોરોના સામે હારી જતાં મોતની સંખ્યા કુલ 127 થઈ છે. જેની સામે અમદાવાદમાં કુલ મોતની સંખ્યા 83 થઈ છે.એટલે કે રાજ્યમાં કુલ મોતની સંખ્યા સામે અમદાવાદમાં થયેલા મોતની સંખ્યા પણ 65 ટકા છે. આમ રાજ્યમાં કોરોના સંક્રમણમાં અમદાવાદ 65 ટકા જેટલું છે. કોરોનાના આંક સતત વધી રહ્યા છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં Corona પોઝીટીવ આંક સતત વધી રહ્યો છે. આજે નોંધાયેલા નવા 191 કેસ બાદ કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા પણ 2815 પર પહોંચી છે.

અમદાવાદમાં પણ વધુ 169 કેસ નોંધાયા

રાજ્યની સાથે સાથે અમદાવાદમાં પણ Corona ના વધુ 169 કેસ નોંધાયા છે. આજના કેસની વાત કરવામાં આવે તો રાજ્યના કુલ નોધાયેલા કેસોમાંથી 88.48 ટકા કેસ ફક્ત અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં મોતની સંખ્યા પણ આજે 15 લોકોના થયા છે. તો અમદાવાદના કુલ કેસો વધીને 1821 થવા સામે મોતની સંખ્યા 83 થઈ છે. ગુજરાતમાં Corona સામે હારી જનારા લોકોની કુલ સંખ્યા 127 સામે અમદાવાદમાં મોતની સંખ્યા 83 એ ખૂબ જ ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ કરતાં મોતની સંખ્યા બમણી થઈ છે. 15 લોકોના મોત સામે અમદાવાદમાં ફક્ત 7 લોકો જ સાજા થયા છે.

READ ALSO

Related posts

રસીકરણ / ગુજરાતે કોરોના વેક્સિનમાં બનાવ્યો અનોખો વિક્રમ, 4 કરોડથી વધુ લોકોને આપી દીધો પહેલો ડોઝ : કોરોના હવે તારી ખેર નહીં

Pritesh Mehta

પીએમ મોદીએ યુપીમાં જેમનો કર્યો હતો ઉલ્લેખ તેવા ગુજરાતના પનોતા પુત્ર કોણ હતા, કચ્છનું ક્રાંતિતીર્થ જ્યાં આજે પણ સળગે છે ક્રાંતિની આગ

Pritesh Mehta

Big Breking / પાકિસ્તાનને મોટો ફટકો, ન્યૂઝીલેન્ડ પછી ઈંગ્લેન્ડે પણ પ્રવાસ કર્યો રદ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!