GSTV
Home » News » ભાનુશાળીની હત્યાના આખા ઘટનાક્રમ વિશે સહપ્રવાસીએ કર્યા આ ખુલાસાઓ

ભાનુશાળીની હત્યાના આખા ઘટનાક્રમ વિશે સહપ્રવાસીએ કર્યા આ ખુલાસાઓ

ભુજથી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ આવી રહેલા ભાનુશાળીની ગોળી મારીને મોતને ઘાટ ઉતારાયા ત્યાં સુધી કોચના એટેન્ડન્ટ અને ટીસીને તેની જાણ ન હતી. એટેન્ડન્ટ ગોળીબારનો અવાજ સાંભળીને દોડીને આવ્યો ત્યારે બન્ને હત્યારા ચેઈન પુલિંગ કરી રહ્યા હતા. એટેન્ડન્ટ સાથે તેમને રકઝક પણ થઈ હતી. જોકે ટ્રેન ધીમી પડતા હત્યારા ભાગી ગયા હતા. બીજીતરફ ભાનુશાળીના કંપાર્ટમેન્ટના સહપ્રવાસીએ આ બનાવને નજરે જોયો હતો. તેમણે કંપાર્ટમેન્ટમાંથી બહાર આવીને હત્યાની જાણકારી ટીસીને આપી હતી. પરંતુ આ દરમિયાન એટેન્ડન્ટ સાથે ઝપાઝપી કરીને હત્યારા ભાગી છુટયા હતા.

સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં જયંતી ભાનુશાળી એચ-૧ કોચના જી કુપેમાં પ્રવાસ કરી રહ્યા હતા. તે સમયે ટીસી તથા એટેન્ડન્ટ બાજુના ઈ કુપેમાં બેઠા હતા. રાત્રે ૧૨.૫૫ વાગ્યે  બે પૈકી એક હત્યારાએ જોરજોરથી દરવાજો ખખડાવતા જયંતી ભાનુશાળીએ દરવાજો ખોલ્યો હતો. તેમની અને હત્યારાઓ વચ્ચે ગુજરાતી ભાષામાં રકઝક થઈ હતી. તે સમયે સહપ્રવાસી ઉંઘવાનો ડહોળ કરીને પડી રહ્યો હતો.

ત્યારબાદ હત્યારાએ તેની પાસેની પિસ્તોલ વડે એક ગોળી ભાનુશાળીની છાતીમાં ધરબી દેતા તે ઢળી પડયા હતા. બીજીતરફ ગોળીબારનો અવાજ સાંભળીને ટીસી અને એટેન્ડન્ટે શું થયું તે જાણવા બારી ખોલીને જોયું હતું. જોકે તેમને ગોળીબાર થયો હોવાની જાણ ન હતી. દરમિયાન હત્યારાએ વધુ એક ગોળી ભાનુશાળીના કપાળ પર છોડી હતી પરંતુ  આંખ પર વાગી હતી. ઘટનાસ્થળેથી પોલીસને ત્રણ જીવતા કારતુસ મળી આવ્યા હતા.

બીજો રાઉન્ડ ફાયર થતા એટેન્ડન્ટ ઈ કુપેમાંથી બહાર દોડી આવ્યો હતો. તે સમયે બે શખ્સો કંપાર્ટમેન્ટના પેસેજમાંથી ચેઈન પુલિંગ કરી રહ્યા હતા. જ્યાં તેને બન્ને સાથે ચેઈન પુલિંગ કરવા બાબતે રકઝક થઈ હતી. એટેન્ડન્ટે ફરીથી ચેઈન યથાવત કરી હતી. જોકે ટ્રેન ધીમી પડતા બન્ને શખ્સો નાસી છુટયા હતા.

દરમિયાન બનાવને નજરે જોનાર ભાનુશાળીનો સહપ્રવાસી દોડીને બહાર આવ્યો હતો અને ટીસીને હત્યા બાબતે જાણ કરી હતી.

Related posts

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva

મુલાકાતીઓના ભારે ધસારાને જોતાં ફ્લાવર શો બે દિવસ લંબાવવામાં આવ્યો, બાળકો અને મહિલાઓને ફ્રી એન્ટ્રી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!