GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

જયંતી ભાનુશાળીના હત્યારા કચ્છના આ કદાવર નેતાના ફાર્મ હાઉસમાં રોકાયા હતા…

ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં સંડોવાયેલા બે શખ્સો છબીલ પટેલના કચ્છ સ્થિત ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનું કહેવાય છે. ફાર્મ હાઉસના કર્મચારીઓને પોલીસે શંકાસ્પદોના ફોટા બતાવતા તેમણે બે શખ્સોને ઓળખી કાઢીને તેઓ ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનું જણાવ્યું હતું. જેને પગલે હવે શંકાની સોય મનીષા ગોસ્વામીને બદલે છબીલ પટેલ સામે ચિંધાઈ છે.

અગાઉ સીઆઈડી ક્રાઈમે હત્યારાઓને ઓળખી કાઢ્યા હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત જયંતી ભાનુશાળીની હત્યા મનીષા ગોસ્વામીએ કરાવી હોવાનું માનીને તપાસ હાથ ધરી હતી. જોકે તપાસમાં મનીષાની કોઈ ભુમિકા ન હોવાનું જણાયું હતું. દરમિયાન પોલીસે મહારાષ્ટ્રના પુણેથી કેટલાક શંકાસ્પદ શખ્સોની તસવીરો છબીલ પટેલના કચ્છમાં આવેલા ફાર્મ હાઉસના સ્ટાફને બતાવી હતી. જેમાં કર્મચારીઓએ ત્રણ પૈકી બે જણાને ઓળખી બતાવ્યા હતા. તેમણે પોલીસને કહ્યું હતું કે આ બન્ને શખ્સો જયંતી ભાનુશાળીની હત્યા અગાઉ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હતા.

પોલીસને તપાસ દરમિયાન પુણેના કેટલાક શંકાસ્પદ નંબરો મળી આવ્યા હતા. પોલીસની એક ટીમ પુણે પહોંચી હતી. જેમાં પોલીસ જેને શોધી રહી હતી તે શખ્સોએ પુણેમાં અન્ય એક શખ્સની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં બન્ને શખ્સો ગુજરાત ગયા હતા. પુણે પોલીસે ત્રણ શંકાસ્પદ શખ્સોના ફોટા ગુજરાત પોલીસને આપ્યા હતા. આ ફોટા લઈને પોલીસ છબીલ પટેલના ફાર્મ હાઉસ પર પહોંચી હતી. જ્યાં બે શખ્સો ભાનુશાળીની હત્યાના બે દિવસ અગાઉ રોકાયા હોવાનું જણાયું હતું. જોકે હત્યા બાદ તેઓ ફાર્મ હાઉસ પર પરત આવ્યા ન હતા એમ કર્મચારીઓએ પોલીસને કહ્યું હતું. આમ શંકાની સોય હવે છબીલ પટેલ સામે ચિંધાઈ છે. જયંતી ભાનુશાળીના ભાઈ શંભુ ભાનુશાળીએ તેમના ભાઈની હત્યા માટે છબીલ પટેલે ત્રણ કરોડની સોપારી આપી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

મનીષા અન્ય કોઈને ઠેકાણે પાડવા સાગરીતો સાથે આવી હતી

————————————————————————–

મનીષા ગોસ્વામી અને જયંતી ભાનુશાળી વચ્ચે અશ્લિલ સીડી અંગે વિવાદ ચાલતો હતો. ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ આ સંદર્ભે મનીષા સામે ગુનો પણ નોંધાવ્યો હતો. જોકે તેમની વચ્ચે બાદમાં સમાધાન થઈ ગયું હતું. બીજીતરફ જયંતી ભાનુશાળીની હત્યા પહેલા જયંતી, મનીષા તથા સુરજીત મુંબઈથી સાથે ભુજ આવ્યા હતા. ભાનુશાળીની હત્યાની ફરિયાદમાં મનીષાનું નામ આવતા ગભરાયેલી મનીષા ફરાર થઈ ગઈ હતી. આથી પોલીસને મનીષા તરફ શંકા ગઈ હતી.

પોલીસે તપાસ કરતા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં મનીષા તેના સાથીદારો સાથે એસ.જી.હોઈવે પરની એક હોટેલમાં હોવાનું જણાયું હતું. પોલીસે આ હોટેલના સીસીટીવી અને રજીસ્ટર ચેક કરતા મનીષા અને તેના સાથીદારોની હાજરી જોવા મળી હતી. પોલીસે મનીષા અને સુરજીતને ઝડપી લઈને પુછપરછ કરતા મનીષા અન્ય કોઈ વ્યક્તિને ઠેકાણે પાડવા માંગતી હોવાનું બહાર આવ્યું હતું.જેને પગલે ભાનુશાળીની હત્યામાં મનીષાની સંડોવણી ન હોવાનું જણાયું હતું.

Related posts

વિમાન દુર્ઘટના : 15નાં મોત, 4 હજુ વિમાનમાં ફસાયા અને 170 લોકોને સારવાર માટે લઈ જવાયા

Mansi Patel

VIDEO : કોરોના વોરિયર્સને સંક્રમણથી બચાવવા સુરતની આ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સારવાર બે રોબોટિક નર્સ આપશે

Nilesh Jethva

BIG NEWS: કેરલમાં રન વે પર પાણી ભરાતા એર ઈન્ડિયાની ફ્લાઈટનું ક્રેશ લેન્ડીંગ, પાયલોટ સહિત 3 લોકોના મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!