GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

આઝમ ખાનની વિવાદિત ટીપ્પણી અંગે જયા પ્રદાએ આપી પ્રતિક્રિયા, અખિલેશ પર પણ કર્યા પ્રહાર

jaya prada

સપા નેતા આઝમ ખાનને કરેલી વિવાદિત ટિપ્પણી અંગે જયા પ્રદાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, આઝમ ખાને તમામ હદ પાર કરી છે. આઝમ ખાન આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે. ત્યારે અમારી રક્ષા કોમ કરશે, આઝમ ખાને મારૂ નહીં પણ તમામ મહિલાઓનું પણ અપમાન કર્યુ છે. તેમણે કહ્યુ કે, હુ અખિલેશ યાદવને નાનો ભાઈ માનુ છે પરંતુ આઝમ ખાન જ્યારે વિવાદિત ટિપ્પણી કરી રહ્યા હતા ત્યારે અખિલેશ યાદવે પણ તેમને રોક્યા નહોતા. અમરસિંહે જ્યારે મારો બચાવ ત્યારે તેમની સાથે સપાએ અન્યાય કર્યો. પરંતુ જયા પ્રદા આઝમ ખાનથી ડરવાની  નથી. જયા આઝમ ખાનનો મુકાબલો કરશે. જયા પ્રદાએ વધુમાં જણાવ્યુ કે, વિવાદિત નિવેદન આપનારા આઝમ ખાનને રામપુરની જનતા ચૂટણીમાં જવાબ આપવાની છે.

આઝમ ખાને મારી પલટી

સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરથી મહાગઠબંધનના ઉમેદવાર આઝમ ખાને જયા પ્રદા અંગે આપેલા નિવેદન બાદ તેઓ પલટી ગયા. પોતાનો બચાવ કરતા આઝમ ખાને કહ્યુ કે, મે જયા પ્રદા અંગે વિવાદિત નિવેદન આપ્યુ નથી. જો કોઈ મારા નિવેદનને સાબિત કરી આપશે તો હું ચૂંટણી લડવાનું છોડી દઈશ. મે જયા પ્રદાનું નામ લીધુ નથી. તેમ છતા મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે, રામપુરના શાહબાદમાં આયોજીત એક ચૂંટણી સભાને સંબોધિત કરતા આઝમ ખાન શબ્દોની મર્યાદા ચુકી ગયા હતા. અને વિવાદિત નિવેદન આપ્યું હતુ. જેથી આઝમ ખાન ભાજપના નિશાને આવ્યા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ સભા દરમિયાન મંચ ઉપર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ હાજર રહ્યા હતા. જયા પ્રદાનું નામ લીધા વગર આઝમ ખાને આ અભદ્ર ટીપ્પણી કરી. જો કે આ વાત રાષ્ટ્રીય મહિલા પંચે ધ્યાને લીધી છે.

સુષ્મા સ્વરાજે કરી Tweet

સપા નેતા આઝમ ખાને ભાજપના ઉમેદવાર જયા પ્રદા અંગે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે. ત્યારે આ મામલે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વિટ કરીને મુલાયમસિંહને નિશાને લીધા. તેમણે જણાવ્યુ કે, મુલાયમભાઈ તમે સમાજવાદી પાર્ટીના પિતામહ છો. તમારી સામે રામપુરમાં દ્રોપદીનું ચીરહરણ કરવામાં આવ્યુ. જેથી તમે ભીષ્મની જેમ મૌન ધારણ કરવાની ભૂલ ન કરશો. સાથે સુષમા સ્વરાજે ટ્વિટમાં અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવને પણ ટેગ કર્યા છે. મહત્વપૂર્ણ છે કે, રામપુરથી આઝમ ખાન સામે ભાજપે જયા પ્રદાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેથી આઝમ ખાન સતત જયા પ્રદા અને ભાજપ અંગે વિવાદિત નિવેદન આપી રહ્યા છે.

READ ALSO

Related posts

કોરોનાના વળતરના દાવા ચૂકવવા વીમા કંપનીઓનો ઈન્કાર, IRDAએ કર્યો આ આદેશ

Dilip Patel

સુપ્રિમ કોર્ટે ખાનગી હોસ્પિટલોને કર્યો સવાલ, શું તેઓ કોરોના દર્દીઓની આયુષ્માન ભારત હેઠળ સારવાર કરશે?

Mansi Patel

રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, અનેક જગ્યાએ વૃક્ષો થયા ધરાશાયી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!