GSTV
Home » News » જયા પ્રદાએ 3 બાળકોના પિતા સાથે લગ્ન તો કર્યા, પરંતુ આજ સુધી નથી મળ્યો પત્નીનો દરજ્જો

જયા પ્રદાએ 3 બાળકોના પિતા સાથે લગ્ન તો કર્યા, પરંતુ આજ સુધી નથી મળ્યો પત્નીનો દરજ્જો

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ જયા પ્રદાએ લોકસભાની ચૂંટણી 2019 પહેલા ભાજપનો હાથ થામ્યો છે. હિન્દી સિનેમામાં લાંબી ઇનિંગ રમ્યા બાદ જયા રાજકારણમાં સક્રિય થઇ ગઇ. લોકસભામાં પણ પહોંચી. તેમણે અત્યારસુધીમાં અનેક પાર્ટીઓનું રાજકારણ કર્યુ છે. ચાલો જયાની પર્સનલ લાઇફ વિશે જાણીએ.

જયા પ્રદાએ ફિલ્મની દુનિયામાં 14 વર્ષની ઉંમરમાં પ્રવેશ કર્યો હતો. તે બાદ જયાએ ક્યારેય પાછળ વળીને નથી જોયુ. જયાપ્રદાની ફિલ્મી કરિયર પર નજર કરીએ તો તેમણે 30 વર્ષની કરિયરમાં આશરે 300 ફિલ્મોમાં કામ કર્યુ છે.

રિપોર્ટસ અનુસાર સફળ ફિલ્મી કરિયર દરમિયાન પહેલો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ઇનકમ ટેક્સની રેડ પડી. આ ખરાબ સમયમાં જયાની મદદ પ્રોડ્યુસર શ્રીકાંત નાહટાએ કરી.

શ્રીકાંત નાહટાએ જયા પ્રદાને પૂરો સપોર્ટ કર્યો. સમય પસાર થવાની સાથે બંનેની મિત્રતા ગાઢ બનતી ગઇ. બંનેએ લગ્ન કરી લીધાં. પરંતુ આ લગ્ન માન્ય ઠરી શક્યા નહી. હકીકતમાં શ્રીકાંતના આ બીજા લગ્ન હતાં.

રિપોર્ટ્સ અનુસાર જયા પ્રદાએ જ્યારે શ્રીકાંત નાહટા સાથે 1986માં લગ્ન કર્યા ત્યારે તેમના 3 બાળકો હતા. તેમણે જયા સાથે બીજા લગ્ન કર્યા પરંતુ તેમણે પોતાની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લીધાં ન હતા. બંનેના લગ્ન બોલીવુડની ગલીઓમાં ખૂબ ચર્ચામાં રહ્યાં.

રિપોર્ટસ અનુસાર જયા પ્રદા અને શ્રીકાંતના લગ્ન પર તેમની પ્રથમ પત્નીએ કોઇ વિરોધ ન કર્યો. પરંતુ જયા ક્યારેય શ્રીકાંત સાથે રહી ન શકી કારણ કે તેના ઘરમાં તેની પત્ની અને બાળકો રહેતા હતાં.

લગ્ન બાદ જયા પ્રદા અને શ્રીકાંત નાહટાના કોઇ બાળકો નથી. જયા પ્રદાએ પોતાની બહેનના દિકરાને દત્તક લીધો છે. હવે તે તેની સાથે જ રહે છે.

Read Also

Related posts

‘વિવાદિત જમીન પર શિયા મસ્જિદ હતી’ સુપ્રીમમાં અયોધ્યા મામલે શિયા વક્ફ બોર્ડ દ્વારા દલીલ

Bansari

ના પાડવા છતાં સંભોગ પહેલા પતિ એ વસ્તુ કરતો હતો જેની કોઈ સ્ત્રીને ઈચ્છા નથી હોતી

Mayur

દોરા જેવી પાતળી બિકીની પહેરીને બીચ પર ફરવું આ યુવતીને ભારે પડ્યું, લોકોએ ફોટા પાડીને….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!