GSTV
Home » News » જયા બચ્ચનનું એ એક વાક્ય, જેના કારણે અમિતાભથી હંમેશા માટે દૂર થઇ ગઇ રેખા

જયા બચ્ચનનું એ એક વાક્ય, જેના કારણે અમિતાભથી હંમેશા માટે દૂર થઇ ગઇ રેખા

મધ્ય પ્રદેશના જબલપુરમાં 9 એપ્રિલ 1948માં જન્મેલી જયા બચ્ચને 1971માં રિલિઝ થયેલી ફિલ્મ ગુડ્ડીથી પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ 1973માં જયાએ અમિતાભ સાથે લગ્ન કરી લીધાં હતાં. લગ્નના ગણતરીના જ વર્ષોમાં રેખા અને અમિતાભના અફેરની ચર્ચા બોલીવુડની ગલીઓમાં થવા લાગી. કહેવામાં આવે છે કે 1976માં આવેલી ફિલ્મ ‘દો અનજાને’ ના શુટિંગ દરમિયાન અમિતાભ અને રેખા એકબીજાની નજીક આવ્યાં.

રેખા અને અમિતાભ વચ્ચેના પ્રેમની ખબર જ્યારે જયા બચ્ચન સુધી પહોંચી ત્યારે તેણે એક દિવસ રેખાને ડિનર પર ઇનવાઇટ કરી. મીડિયા રિપોર્ટ અનુસાર તે દિવસે અમિતાભ શુટિંગ માટે મુંબઇથી બહાર હતાં. તેથી આ તક જોઇને જયાએ રેખાને ડિનર પર ઇનવાઇટ કરી. પહેલાં તો જયાનો ફોન રિસિવ કરતાં વખતે રેખાને લાગ્યું કે ક્યાંક તે નારાજ ન થઇ જાય અથવા તો તે તેનું અપમાન ન કરી દે. પરંતુ આવું કંઇજ બન્યું નહી. જયા બચ્ચને સાદગીથી રેખાને ડિનર પર ઇનવાઇટ કરી.

જ્યારે રેખા જયાના ઘરે પહોંચી ત્યારે જયાએ માનભેર તેનું સ્વાગત કર્યુ. ડિનર કર્યા બાદ તેમણે ઢગલાબંધ વાતો પણ કરી પરંતુ તેમાં ક્યાંય અમિતાભનો ઉલ્લેખ પણ ન હતો.

જ્યારે રેખા પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યટારે જયા બચ્ચન તેને દરવાજા સુધી મુકવા પણ આવી. આ તે જ સમય હતો જ્યારે બધુ જ બદલાઇ ચુક્યુ હતુ. જયાએ રેખાને રોકતાં કહ્યું કે, ભલે ગમે તે થઇ જાય પણ હું અમિતને નહી છોડુ. જયાની આ વાત સાંભળીને રેખા દંગ રહી ગઇ.

બીજા દિવસે રેખા અને જયાના ડિનરની ખબરો મીડિયામાં ચર્ચામાં હતી. જો કે કોઇએ કંઇ કહ્યાં વિના જ અમિતાભને આ અંગે જાણ થઇ ગઇ. તે બાદ તેણે હંમેશા માટે રેખાથી અંતર જાળવી લીધું. કારણ કે અમિતાભ હવે સમજી ચુક્યાં હતાં કે રેખા અને તેના અફેર વિશે જયાને જાણ થઇ ચુકી છે.

જણાવી દઇએ કે વર્ષ 1991માં યશ ચોપરાએ જયા-અમિતાભ અને રેખાના સંબંધોને લઇને ફિલ્મ સિલસિલા બનાવી હતી. જે બાદ રેખા અને અમિતાભ ક્યારેય ઓનસ્ક્રીન સાથે દેખાયા નથી. ત્યાં સુધી કે ઑફ સ્ક્રીન પણ જો તેઓ એકબીજાની સામે આવી જાય તો પોતાનો રસ્તો બદલી લે છે.

Read Also

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!