શહીદની દીકરીએ લીધા સોગંધ, સેનામાં જોડાઈશ અને પિતાના મોતનો બદલો લઈશ

પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાન પ્રદીપ સિંહ રાવતની 10 વર્ષીય બહાદૂર દીકરી સુપ્રિયાએ ભારતીય સેનામાં દાખલ થઇને પોતાના પિતાની શહીદીનો બદલો લેવાનો સંકલ્પ કર્યો છે. ત્રણ દિવસ પહેલા પિતાની ચિતાને આગ લગાવતી સમયે બેહોશ થનારી સુપ્રિયા કન્નૌજ સ્થિત પોતાના પૈતૃક ગામમાં પાછી કાનપુર આવી છે. પાંચમા ધોરણમાં અભ્યાસ કરનારી સુપ્રિયાની મંગળવારથી પરીક્ષા શરૂ થઇ છે અને તેની પરીક્ષા બગડે તેવુ ઈચ્છતી નહોતી.

સુપ્રિયા હાઈસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારતીય સેનામાં ભરતી થઇને પોતાના પિતાના સપનાને પૂર્ણ કરવા ઈચ્છે છે. તેણી કહે છે, મારા પિતા અવાર-નવાર કહેતા હતા કે હું તેમનો દીકરો હોત તો તેઓ મને સૈનિક સ્કૂલમાં ભણાવતા અને ત્યારબાદ સેનામાં મોકલતા. પિતાની શહાદત બાદ હવે હું તેમનુ સપનુ પૂર્ણ કરીશ અને તેમના મોતનો બદલો લઇશ.

પિતાએ અભ્યાસ માટે પ્રેરણા આપી હતી

સુપ્રિયા મુજબ, જ્યારે જાન્યુઆરીમાં અંતિમ વખત તેની પોતાના પિતા સાથે વાતચીત થઈ હતી ત્યારે તેના પિતાએ તેને અભ્યાસ માટે પ્રેરીત કરી હતી. સુપ્રિયાની માતા નીરજા પણ ભાવુક થઇને કહે છે કે તેણી ઈચ્છે છે કે તેની મોટી દીકરી સેનામાં ભરતી થાય અને પિતાની જેમ દેશની સેવા કરે. સુપ્રિયાની પરીક્ષા બગડે નહીં તેથી અમે અંતિમ સંસ્કાર બાદ તાત્કાલિક સુપ્રિયા અને નાની દીકરી સોનાની સાથે કાનપુર પરત આવ્યા છે.

અધિકારી પણ થયા હતા ભાવુક

શહીદ જવાનના નાના ભાઈ કુલદીપે જણાવ્યું, આ ખૂબ માર્મિક ક્ષણ હતી જ્યારે સુપ્રિયાએ પોતાની પરીક્ષા આપવા માટે કાનપુર જવાની વાત કહી હતી. જ્યારે તેણે જિલ્લાના અધિકારીઓને કહ્યું કે તેણે સેનામાં ભરતી થવાનો નિશ્ચર્ય કર્યો છે. તે સૈનિક બનીને પિતાના મોતનો બદલો લેવા ઈચ્છે છે ત્યારે સૌ કોઈ ભાવુક થયુ હતું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter