GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

સતત ત્રીજા દિવસે કાશ્મીર સરહદે પાકિસ્તાનનો બેફામ ગોળીબાર, મહિલા સહીત જવાન શહીદ

પાકિસ્તાને ફરી શસ્ત્ર વિરામનો ભંગ કર્યો હતો અને ભારતીય ચોકીઓ તેમજ ગામડાઓને નિશાન બનાવ્યા હતા.  રાજોરી જિલ્લામાં એલઓસી પર પાકિસ્તાન સૈન્ય દ્વારા થયેલા તોપમારમાં એક ભારતીય જવાન શહીદ થયેલ છે. જોકે સામેપક્ષે ભારતીય સૈન્યના જવાનોએ પણ આક્રામક ગોળીબાર કર્યો હતો. બીજી તરફ પૂંચમાં પાક. સૈન્યએ જે ગોળીબાર કર્યો હતો તેમાં ઘાયલ મહિલાનું અંતે મોત નિપજ્યું છે.

પૂંચ સેક્ટરમાં તોપમારો

ગુરૂવારે પાકિસ્તાન સૈન્યએ પૂંચમાં ભારે તોપમારો કર્યો હતો અને ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા, સૈન્યના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાન સૈન્યએ મોર્ટારમારો પણ કર્યો હતો. પૂંચના ત્રણ સેક્ટર કાસબા, કિરની અને દેવનાગરમાં કરેલા આ તોપમારા દરમિયાન લાનજોતે ગામમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હતી જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પાકિસ્તાનના તોપમારામાં મહિલાનું મોત, જવાન શહીદ

આ મહિલાએ બીજા જ દિવસે જીવ ગૂમાવ્યો હતો. જેને પગલે 24 કલાકમાં જ પાક.ના તોપમારામાં એક જવાન એક મહિલા એમ બે ભારતીયોએ જીવ ગૂમાવ્યો હતો.  જ્યારે બુધવારે પણ પાકિસ્તાન સૈન્ય દ્વારા થયેલા તોપમારામાં એક 65 વર્ષીય મહિલાએ જીવ ગૂમાવ્યો હતો અને અનેક લોકો ઘાયલ થયા હતા.  બીજી તરફ જમ્મુ કાશ્મીરના બંદીપોરામાં સૈન્ય કાર્યવાહી દરમિયાન લશ્કરે તોયબાના એક આતંકીને ઝડપી પાડયો હતો.

હાજીનનગરમાં આતંકી ઝડપાયો

અહીંના હાજીનનગરમાં આ આતંકી છુપાયો હોવાની બાતમી સૈન્ય અને પોલીસને મળી હતી. તેથી તપાસ અભિયાન શરૂ કર્યું હતું, આ દરમિયાન રફિક અહેમદને ઝડપી પાડયો હતો. આ આતંકી ચંદેરગેરી વિસ્તારનો રહેવાસી છે અને તેણે અહીંના નાકા પર ગ્રેનેડ હુમલો પણ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં જ આ આતંકી લશ્કરે તોયબા સાથે જોડાયો હતો અને નાના મોટા આતંકી હુમલાનો અંજામ આપવાનું પણ શરૂ કરી દીધુ હતું.

READ MORE:

Related posts

ટાટાની સૌથી વધારે વેચાતી 3 કારો થઈ વધુ મોંઘી, આ કારના ભાવ ઘટ્યા

Pravin Makwana

ગલવાન હિંસા : ચીને કહ્યું ભારત જવાબદાર સૈનિકો સામે કાર્યવાહી કરે અને શિસ્ત શિખવાડે

Mansi Patel

રૂપિયા ઉઘરાવવામાં અહીં ભાજપ અને કોંગ્રેસ બંને સરખા : તોડબાજી મુખ્ય હથિયાર, વધુ એક કોર્પોરેટર સામે ફરિયાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!