GSTV
Home » News » ‘એક દિવસ અનુચ્છેદ 370 ખત્મ થઈ જશે’ નહેરૂની ભવિષ્યવાણી આજે સાચી પડી

‘એક દિવસ અનુચ્છેદ 370 ખત્મ થઈ જશે’ નહેરૂની ભવિષ્યવાણી આજે સાચી પડી

મોદી સરકારે જમ્મુ કાશ્મીર અંગે ઔતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રીય કેબિનેટ અંગે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો. તેમણે જણાવ્યુ કે, સરકાર જમ્મુ કાશ્મીર અંગે ચાર બિલ લઈને આવી છે. આર્ટિકલ 370ના તમામ ખંડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાગ લાગૂ નહી થાય. અમિત શાહના નિવેદન બાદ વિપક્ષના સાંસદોએ રાજ્યસભામાં જોરદાર હંગામો કર્યો.. સરકારના સંકલ્પથી પીડીપી સાંસદોએ પોતાના કપડા ફાડી નાખ્યા. અમિત શાહે જણાવ્યુ હતુ કે, લદ્દાખના લોકોની માગ હતી કે, લદ્દાખને કેન્દ્રશાંસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવે. જેથી જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાશે. અને જમ્મુ કાશ્મીરથી લદ્દાખથી અલગ કરવામાં આવ્યુ. આ સાથે લદ્દાખને પણ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.

નહેરૂએ શું કહ્યું હતું ?

21 ઓગસ્ટ 1962ના રોજ અનુચ્છેદ વિશે પ્રેમનાથ બજાજને પત્રનો જવાબ આપતા નહેરૂએ કહ્યું હતું કે…

વાસ્તવિકતા એ છે કે સંવિધાનમાં આ કલમ રહેવા છતાં પણ, જે જમ્મુ કાશ્મીરને એક વિશેષ દરજ્જો આપે છે. તેમાં ઘણું કરવામાં આવ્યું છે આમ છતાં ઘણું બધું કરવાનું બાકી છે. એ પણ ધીરે ધીરે પૂર્ણ થઈ જશે. સવાલ ભાવુકતાનો વધારે છે. એ સિવાય કંઈ વધારે થાય. ઘણી વખત ભાવનાઓ મહત્વપૂર્ણ હોય છે, પણ આપણે બંન્ને પક્ષોની તુલના કરવી જોઈએ. અને હું વિચારું છું કે વર્તમાનમાં આપણે આ સંબંધમાં કોઈ પરિવર્તન ન કરવું જોઈએ.

જવાહર લાલ નહેરૂ અને પં.પ્રેમનાથ બજાજની વચ્ચે થયેલા પત્રવ્યવહારનો ઉલ્લેખ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જગમોહને પોતાના પુસ્તક દહકતે અંગારેમાં કર્યો હતો. જગમોહને પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે, આ પત્રથી ખ્યાલ આવે છે કે નહેરૂએ પોતે જ કલમ 370માં ભવિષ્યમાં પરિવર્તન થાય તેનો ઈન્કાર નહોતો કર્યો. નહેરૂનું એવું કહેવું હતું કે કલમ 370માં જરૂર પડે ત્યારે સરકાર સંશોધન કરે. એવામાં ધીરે ધીરે સંશોધન કરતા અન્ય પ્રાવધાનો પણ ખત્મ થઈ જશે.

જગમોહન બે વખત જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ રહ્યા હતા. એપ્રિલ 1984થી જૂન 1989 સુધી અને બીજી વખત જાન્યુઆરી 1990થી મે 1990 સુધી. આ વચ્ચે જમ્મુ કાશ્મીરની ઘણી નિર્ણાયક ઘટનાના તેઓ સાક્ષી રહ્યા હતા. જગમોહનની નજરમાં જમ્મુ કાશ્મીર અલગાવવાદ અને ફૂટ પાડવાની સૌથી મજબૂત જડો ભારતીય સંવિધાનની કલમ 370માં હતી.

જગમોહને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, કાશ્મીર સમસ્યાનું વાસ્તવિક નિરાકરણ નબળાઈ અને નકારાત્મક કારણોને દૂર કરવા માટે સંભવ છે. નવી દ્રષ્ટિ અને નવા ભારતના ઉત્સાહ માટે નવા ભારતની આવશ્યકતા છે. કાશ્મીરમાં પાખંડી નીતિ પોતાની સીમાઓ તોડી ચૂકી છે. આજે ભારતના નેતાઓએ સળગતી સચ્ચાઈનો સામનો કરવાની જગ્યાએ ભ્રમના પડછાયામાં રહેવાની પ્રવૃતિ અપનાવી રાખી છે.

જગમોહને 15 ઓગસ્ટ 1986માં પોતાની ડાયરીમાં લખ્યું હતું કે, કલમ 370 આ સ્વર્ગ રૂપી રાજ્યમાં માત્ર શોષકોને સમૃદ્ધ કરવાનું જ સાધન નથી. એ ગરીબોને લૂંટે છે. એ મૃગજળની માફક છે જે ભ્રમમાં નાખે છે. એ સત્તાધારીઓના ખિસ્સા ભરે છે. નવા સુલ્તાનોના અહંકારને વધારે છે.

READ ALSO

Related posts

લોકો હવે ઘર કે હોટલમાં નહીં પણ એ જગ્યાએ સેક્સ કરવાનું પસંદ કરે છે જ્યાં હોય છે લોકોની ભીડ, ફોરપ્લેમાં તો…

Arohi

ભાઈ બહેનની વચ્ચે હતા શારીરિક સંબંધ, પહેલા 6 બાળકોને આપ્યો જન્મ પછી 2ની કરી નાખી હત્યા

Arohi

બંને હાથથી દિવ્યાંગ ચિત્રકારે કેરળના સીએમ સાથે પગ વડે સેલ્ફી લીધી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!