GSTV
Home » News » જવાહર ચાવડા ભાજપમાં જોડાયા અને સાથે માણાવદ-વંથલી તાલુકા પંચાયત પણ લઈ ગયા?

જવાહર ચાવડા ભાજપમાં જોડાયા અને સાથે માણાવદ-વંથલી તાલુકા પંચાયત પણ લઈ ગયા?

જવાહર ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમાં જવાને કારણે હવે માણાવદર અને વંથલી તાલુકા પંચાયત પણ કોંગ્રેસના હાથમાંથી જશે એવા એંધાણ વરતાઇ રહ્યા છે. માણાવદર તાલુકા પંચાયતની 16 સીટમાંથી તમામ કોંગ્રેસ પાસે છે. પરંતુ આ સોળેય સભ્યો જવાહર ચાવડાના વફાદાર છે. આથી જવાહર ચાવડા ભાજપમાં જવાના કારણે તમામે તમામ તેમની સાથે જાય એવી સંભાવના છે. હાલ આ મુદ્દે વાટાઘાટો ચાલુ છે અને એકાદ બે દિવસમાં નિર્ણય લેવાઇ જશે.

એ જ સ્થિતિ વંથલી તાલુકા પંચાયતની છે. વંથલીના કોંગ્રેસ સમર્થિત હોદ્દેદારો પણ જવાહર ચાવડાની સાથે સાથે ભાજપને સમર્થન આપશે. આ તમામ મુદ્દે એકાદ બે દિવસમાં ફાઇનલ નિર્ણય લેવાઇ જશે તેમ તાલુકા પંચાયતના હોદ્દેદારોએ જણાવ્યું હતું. હાલના તાલુકા પંચાયતના મહીલા પ્રમુખ દક્ષાબેન વરજાંગભાઇ જાલા છે જયારે ઉપ પ્રમુખ રાકેશભાઇ વજુભાઇ છૈયા છે.

Related posts

આ હોટ ઓક્ટ્રેસે પહેરી ‘રામ’ નામની બિકિની, તસ્વીર જોઈને લોકો ભડક્યા અને કરી નાખ્યું કંઈક આવું

Arohi

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

‘તારે આગળ વધવું હોય તો હું કહું તેમ કરવું પડશે’, માર્શલ આર્ટ શીખવતા શખ્સે યુવતી સાથે એવું કર્યું કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!