જવાહર ચાવડા ભાજપનો ખેસ ધારણ કર્યો, કોંગ્રેસમાં મજા નહોતી આવતી એટલે છોડી દીધી

Jawahar Chavda Wear saffron

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઈ છે. કોંગ્રેસના જવાહર ચાવડાએ પોતાના MLA પદ પરથી રાજીનામું આપ્યું છે. અને સાંજના 4 વાગતાની સાથે ભાજપનો ખેસ પણ ધારણ કરી લીધો છે. જવાહર ચાવડા જૂનાગઢ અને તેની આસપાસમાં એક જાણીતું નામ છે. 4 વખત તેઓ વિધાનસભામાં ચૂંટાયા હતા. જવાહર ચાવડાએ ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ કહ્યું કે હું ભાજપમાં આવ્યો છું અને કોંગ્રેસના જૂના ખાતા ચૂકવી દીધા છે.

4 વાગ્યાની સાથે જવાહર ચાવડા ગાંધીનગરના કમલમ ખાતે પહોંચ્યા હતા. જ્યા પત્રકારોને સંબોધતા કહ્યું કે કોંગ્રેસથી કોઈ નારાજગી નથી. જેમ 30 વર્ષ કોંગ્રેસ માટે કામ કર્યું તેવી રીતે હવે ભાજપ માટે કામ કરીશ. જવાહર ચાવડાએ કહ્યું કે મે કોઈ દગો આપ્યો નથી. પાર્ટીએ મને મેન્ડેટ આપ્યો હતો તે મે પાછો આપી દીધો છે. મારી કામગીરી સેવાની છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter