GSTV
Home » News » ભાજપે આપેલું પહેલું હોમવર્ક કરવામાં મંત્રી જવાહર ચાવડા નાપાસ, આ છે કારણ

ભાજપે આપેલું પહેલું હોમવર્ક કરવામાં મંત્રી જવાહર ચાવડા નાપાસ, આ છે કારણ

Jawahar Chawda

જૂનાગઢ જિલ્લા પંચાયત તોડવામાં કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા નિષ્ફળ રહ્યા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે, અને તે તોડવાનું પહેલુ અસાઈનમેન્ટ જવાહર ચાવડાને આપવામાં આવ્યું હતુ. જવાહર ચાવડાએ 15 સભ્યોનો સાથ હોવાનો દાવો કર્યો હતો. પરંતુ સેજાભાઈ કરમટા સાથે જિલ્લા પંચાયતના છ સભ્યો જ ભાજપમાં જોડાયા છે. જ્યારે કે માણાવદર તાલુકા પંચાયત પ્રમુખ સહિત 15 સભ્યો પણ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત વંથલી તાલુકા પંચાયતના સભ્યો, મેંદરડા તાલુકા પંચાયતના ચાર સભ્યો ભાજપમાં જોડાયા છે. તો બીજી તરફ માણાવદર નગરપાલિકા ઉપરાંત વંથલી નગરપાલિકાના 4 સભ્યો અને બાંટવા નગરપાલિકાનાં ત્રણ સભ્યો ભાજપમાં જોડાયા છે.

પોરબંદર લોકસભા બેઠક માટે વંથલી ખાતે ભાજપનું વિજય સંકલ્પ સંમેલન આયોજીત કરાયું. જેમાં આ સભ્યોને કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ કરવામાં આવ્યા. પરંતુ કોંગ્રેસના હાથમાંથી જૂનાગઢ જિલ્લા પંચાયત તોડવામાં ભાજપને સફળતા નથી મળી.

jawahar chavda joins bjp

પોરબંદર લોકસભા બેઠક માટે વંથલી ખાતે ભાજપનું વિજય સંકલ્પ સંમેલન આયોજીત કરાયું. આ સંમેલનમાં સીએમ વિજય રૂપાણીએ હાજરી આપી તો તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા અને મંત્રી બનેલા જવાહર ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.તો બીજી તરફ કોંગ્રેસ માટે જાણે આ સંમેલન આફતનું સંમેલન સાબિત થયું. કેમકે આ સંમેલનમાં પક્ષ પલટાની જાણે મોસમ આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જેમાં કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતનાં પ્રમુખ સેજાભાઈ કરમટા મંચ ઉપર હાજર રહ્યા.

આ સંમેલનમાં કોંગ્રેસ શાસિત જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાજપમાં જોડાયા. સેજાભાઈ કરમટા સાથે જિલ્લા પંચાયતના અન્ય 6 સભ્યો પણ ભાજપમાં સામેલ થયા છે. આ ઉપરાંત માણાવદર તાલુકા પંચાયત પ્રમુખ સહિત 15 સભ્યો પણ ભાજપમાં જોડાયા છે. આ તમામને મુખ્યમંત્રી રૂપાણીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. જો કે આ તમામની વચ્ચે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન તોડવાનો જવાહર ચાવડાએ કરેલો દાવો પોકળ સાબિત થયો છે. જવાહર ચાવડાએ પોતાની સાથે પ્રમુખ સહિત 15 સભ્યોનો સાથ હોવાનો દાવો કર્યો હતો.

READ ALSO  

Related posts

વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર PAK કમાંડો ઠાર, ભારતે આ રીતે લીધો બદલો

Bansari

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને મળી મોટી સફળતા, ચંદ્રની કક્ષામાં કર્યો પ્રવેશ

Arohi

કુલ્લુમાં અનરાધાર વરસાદથી પૂરની સ્થિતિ, પહાડોમાં ભૂસખ્લનથી વાહન વ્યવહારને અસર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!