GSTV
Home » News » રૂપાણી સરકારમાં 1 વર્ષમાં ત્રીજી વખત શપથવિધિ, જવાહર ચાવડા 24 કલાકમાં બન્યા પ્રધાન

રૂપાણી સરકારમાં 1 વર્ષમાં ત્રીજી વખત શપથવિધિ, જવાહર ચાવડા 24 કલાકમાં બન્યા પ્રધાન

રૂપાણી સરકારની નવી સરકાર બન્યા બાદ એક વરસમાં ત્રીજી વાર પ્રધાનપદની શપથવિધિ યોજાઇ છે. જ્યારે કે બીજી વાર પ્રધાન મંડળનુ વિસ્તરણ થયુ છે. આજે ત્રણ પ્રધાનોની શપથવિધિ પુરી થઇ છે. સૌ પહેલા માણાવદરની કોંગી ધારાસભ્યપદેથી રાજીનામુ આપી ભાજપમાં આવેલા જવાહર ચાવડાને ર૪ કલાકમા પ્રધાન બનાવાયા છે.

jawahar chavda left congress

જવાહર ચાવડા બાદ વડોદરાની માંજલપુરની બેઠકના યોગેશ પટેલે શપથ લીધા છે. તેમની બાદ જામનગર ઉત્તરના હકુભા જાડેજાએ પણ શપથ લીધા છે. કેબિનેટમાં વિસ્તરણમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જનાધારને વધારવાનો પ્રયાસ કરાયો છે. હવે આગામી સમયમાં નવા પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવશે.

આજની શપથવિધિમાં સીએમ રૂપાણી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ. વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી. સહીતના મહાનુભવો હાજર રહ્યા હતા. શપથવિધિ બાદ નીતિન પટેલે હજુ પણ કેબિનેટ વિસ્તરણ થવાની શક્યતા હોવાનુ મોટુ નિવેદન આપ્યુ હતુ. જો કે કોંગ્રેસમથી ભાજપમાં આવેલા નેતાઓને સીધા પ્રધાનપદ અંગે તેમણે ચૂપકીદી સેવી હતી.

આ સાથે જ તેમણે સંસદીય સચિવની નિયુક્તિ ન કરાઇ હોવાની પણ સ્પષ્ટતા કરી હતી. સૌરાષ્ટ્રના બે અને મધ્ય ગુજરાતમાંથી એક ધારાસભ્યને પ્રધાન બનાવતા ભાજપે લાંબી ગણતરી મૂકી છે. ત્રણ નેતાઓનો કેબિનેટમાં સમાવેશ કરીને ભાજપે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં જનાધાર વધારવાનો પ્રયાસ કર્યો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. તેમના મંત્રીમંડળમાં ત્રણ નવા પ્રધાનોનો ઉમેરો થયો છે. નવા મંત્રીમંડળ પર નજર કરીએ તો. સીએમ વિજય રૂપાણી સહિત 12 કેબિનેટ પ્રધાનો છે. અગાઉ 11 કેબિનેટ પ્રધાનો હતા તેમાં જવાહર ચાવડાનો ઉમેરો થયો છે. જ્યારે કે મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના કુલ 12 પ્રધાનો છે. અગાઉ  રાજ્યકક્ષાના દસ પ્રધાનો હતા તેમાં યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાનો ઉમેરો થયો છે. જોકે મંત્રીમંડળમાં હાલમાં માત્ર એક મહિલા પ્રધાન છે. વિભાવરી દવે રાજ્યકક્ષાના પ્રધાન છે.

  • સીએમ વિજય રૂપાણી સહિત 12 કેબિનેટ પ્રધાન
  • અગાઉ 11 કેબિનેટ પ્રધાનો હતા
  • જવાહર ચાવડા નવા કેબિનેટ પ્રધાન બન્યા
  • મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના કુલ 12 પ્રધાનો
  • અગાઉ રાજ્યકક્ષાના 10 પ્રધાનો
  • યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા રાજ્યકક્ષાના પ્રધાનો બન્યા
  • મંત્રીમંડળમાં માત્ર એક મહિલાને સ્થાન

READ ALSO

Related posts

માઈકની સાઈઝ નાની પડતા વાઘાણી બોલ્યા, ‘નીતિનભાઈનું કદ નાનું પણ વહિવટ મોટા છે’

Mayur

ગુજરાત ભાજપના આ ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને આપ્યો પડકાર, ‘તૂટેલા રસ્તા બતાવો તો 1 લાખ આપું’

Mayur

પેટા ચૂંટણી પહેલા અમિત શાહ આ કારણે લઈ રહ્યા છે ત્રણ દિવસની ગુજરાત મુલાકાત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!