GSTV
Home » News » ‘વાંધો તો તારા બાપને આંય હતો જ નહીં’ શું જવાહર ચાવડાને મીડિયાના બાપ થવાના ઓરતા જાગ્યા છે ?

‘વાંધો તો તારા બાપને આંય હતો જ નહીં’ શું જવાહર ચાવડાને મીડિયાના બાપ થવાના ઓરતા જાગ્યા છે ?

jawahar chavda joins bjp

કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવીને પ્રધાન બનેલા જવાહર ચાવડાએ માણાવદરમાં કરેલા સંબોધનને કારણે વિવાદ સર્જાયો છે. તેમણે સંબોધન દરમિયાન પોતાને મીડિયાને બાપ ગણાવ્યા. જો કે વિવાદ વધતા તેમણે દિલગીરી વ્યકત કરી. પરંતુ સૌરાષ્ટ્રના પત્રકાર જગતમાં રોષ યથાવત જોવા મળ્યો હતો.

vijay rupani new cabinet

આ કોઇ ગલીગુંડા કે ઝઘડામાં બોલાતો ડાયલોગ નથી. પણ ભાજપ સરકારના સન્માનનીય પ્રધાન જવાહર ચાવડાના સુમુખેથી નીકળેલા શબ્દો છે. કોંગ્રેસ છોડીને આવેલા જવાહર ચાવડા આમ તો સૌમ્ય સ્વભાવ માટે જાણીતા છે. પણ હવે તેઓ ભાજપમાં છે. એમાં પણ પાછા આવતાની સાથે પ્રધાન બની ગયા છે. કહેવાય છે કે સત્તા સૌથી ખરાબ નશો છે. તો શુ જવાહર ચાવડા પર પણ હવે સત્તાનો નશો છવાયો છે ?? સવાલ એટલા માટે થાય કે જવાહર ચાવડાના મોઢેથી પત્રકારો માટે આવા શબ્દો નીકળ્યા છે. પ્રધાન બનેલા જવાહર ચાવડાને હવે જાણે મીડિયાના બાપ થવાના ઓરતા જાગ્યા છે. તમે જ સાંભળો જવાહર ચાવડાના સુમુખે નીકળેલી

એક ઇન્ટરવ્યૂ લેવા પડાપડી કરી હતી. પણ અચાનક જ જવાહર ચાવડાના ઘમંડ ભરેલા આ ડાયલોગે પત્રકારોમાં રોષ સર્જયો. પણ જવાહર ચાવડા એ પછી પણ લૂલો બચાવ કરતા નજરે પડ્યા. આ બચાવમાં વળી પાછા જવાહર ચાવડા મીડિયાના બાપમાંથી ગુરૂ બનવા નીકળ્યા. સવાલ કર્યો કે વીસ મિનિટ બોલ્યો તેમાંથી ત્રણ સેકંડ જ બતાવી. એટલે ભાજપના પ્રધાન જવાહર ચાવડા નક્કી કરશે કે મીડિયાએ શુ બતાવવુ ? જવાહર ચાવડાની લૂલી. માફ કરશો જીભ. આટલેથી ન અટકી. તેમણે મીડિયાને સારી બાબતો બતાવાની ટકોર પણ કરી.

ભાન ભૂલેલા જવાહર ચાવડાને રહી રહીને ભાન થયુ ખરૂ. આખરે જવાહર ચાવડાએ વિલા મોઢે દિલગીરી વ્યક્ત કરી. પણ આ કોઇ દિલગીરીની ગંગા નથી કે જવાહર ચાવડા તેમાં ડુબકી મારીને પવિત્ર થઇ જાય. કેમ કે તેઓ જેના બાપ થવા નીકળ્યા છે એ મીડિયાનુ બાપ ભારતનું બંધારણ છે. મીડિયા તમારી આરતી ઉતારવા નહી પણ ભૂલની એ ત્રણ સેકંડ બતાવવા માટે જ બંધાયેલુ છે. કેમ કે સારૂ કરવા માટે જ તમને નેતા બનાવ્યા છે. જ્યાં નઠારા થશો ત્યા મીડિયા હંમેશા કાન આમળવા ઉભુ રહેશે. એટલે જવાહર ચાવડા ફરી કદી મીડિયાના બાપ બનવાની કોશિશ ન કરશો. આ શબ્દોથી તમને ખોટુ લાગે તો. તળપદી ભાષામાં શુ કહેવાય તે પણ તમને ખબર જ છે.

READ ALSO

Related posts

દેશના લોકો કહી રહ્યા છે ‘ફિર એક બાર મોદી સરકાર’ : પ્રધાનમંત્રી

Arohi

બહુચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

Arohi

VIP સીટ વારાણસી મોદીને ભેટ ધરી દેવાઈ, સપા-બસપા અને કોંગ્રેસે મૂક્યા નબળા ઉમેદવાર

Mayur