GSTV
Home » News » ફિલ્મ ‘જવાની જાનેમન’નું પાર્ટી સોન્ગ Ole Ole થયું રીલીઝ, અભિનેતા સૈફ અલી ખાનનો હટકે અંદાઝ

ફિલ્મ ‘જવાની જાનેમન’નું પાર્ટી સોન્ગ Ole Ole થયું રીલીઝ, અભિનેતા સૈફ અલી ખાનનો હટકે અંદાઝ

વર્ષ 1994માં અભિનેતા સૈફ અલી ખાનની ફિલ્મ ‘ યે દિલ્લગી’ રીલીઝ થઈ હતી. આ ફિલ્મનું સોન્ગ ઓલે ઓલે’ ખૂબજ પ્રખ્યાત થયું હતું. ત્યારે આ સોન્ગ અભિનેતા સૈફની ફિલ્મ જવાની જાનેમનમાં નવા વર્ઝનનાં રૂપમાં ધૂમ મચાવા આવી ગયું છે.

આ સોન્ગ અત્યંત ધમાકેદાર તો છે જ સાથે સાથે તમે ડાન્સ કરવાથી પોતાને રોકી નહી શકો. આ સોન્ગમાં સૈફ અલી ખાન અત્યંત બોલ્ડ અંદાઝમાં દેખાઈ રહ્યો છે. સોન્ગ પાર્ટી મૂડમાં ફિટ થઈ રહ્યું છે.

જ્યારે સોન્ગ વિશે વાત કરીએ તો આ સોન્ગ સિંગર અમિત મિશ્રાનાં કંઠે ગવાયું છે, તનિષ્ક બાગચીએ સંગીત આપ્યું છે. જ્યારે પ્રખ્યાત શબ્બીર એહમદે ધમાકેદાર મ્યૂઝીક આપ્યું છે. જો ઓલ્ડ વર્ઝનની વાત કરીએ તો ઓલે ઓલે’ ગીત એ પ્રખ્યાત સિંગર અભીજીત ભટ્ટાચાર્યાએ અવાજ આપ્યો હતો.

જો આ ફિલ્મની વાત કરીએ તો સૈફે 40 વર્ષનાં પિતાનો રોલ કર્યો છે. જેના માટે તેમણે પોતાનું વજન પણ ઓછું કર્યું છે. આ ફિલ્મની શૂટીંગ જૂનમાં લંડનમાં શરૂ થઈ હતી. એક રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મની કહાની વર્ષ 1998માં સલમાનખાનની હીટ ફિલ્મ જબ પ્યાર કિસી સે હોતા હે સાથે મળતી આવે છે.

તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન આ ફિલ્મનાં કો-પ્રોડ્યુસર પણ છે. જવાની જાનેમનને ફિલ્મ મેકર નિતિન કક્કડે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ 31 જાન્યુઆરીનાં રોજ સિનેમાઘરોમાં રીલીઝ થશે.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!