GSTV

વિવાદના અંતનો પ્રયાસ / સામનામાં જાવેદ અખ્તરની સ્પષ્ટતા, હિંદુઓને ગણાવ્યા વિશ્વના સૌથી સભ્ય અને સહિષ્ણુ બહુસંખ્યક

Last Updated on September 15, 2021 by Pritesh Mehta

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદની તુલના તાલિબાન સાથે કરનાર ગીતકાર જાવેદ અખ્તરે કટ્ટર હિંદુત્વની છબી ધરાવતા શિવસેનાના મુખપત્ર સામનામાં એક લેખ લખીને સ્પષ્ટીકરણ આપ્યુ છે. આ લેખમાં તેમણે હિંદુઓને વિશ્વના સૌથી સભ્ય અને સહિષ્ણુ બહુસંખ્યક ગણાવ્યા છે.

જાવેદ અખ્તરે સાથે લખ્યુ હતું કે, તાલિબાનના શાસનવાળા અફઘાનિસ્તાનની તુલના ભારત સાથે કરી શકાય નહીં. તેમણે ભારતીયને નરમ વિચારધારાવાળા ગણાવ્યા. આ સાથે જ જાવેદ અખ્તરે કહ્યું કે,‘હું વારંવાર કહું છું કે ભારત ક્યારેય અફઘાનિસ્તાન જેવું બની શકે નહીં. કારણ કે, ભારત સ્વભાવે ચરમપંથી નથી. સામાન્ય રહેવું તેમના ડીએનએમાં છે.’

જાવેદ અખ્તર

જાવેદ અખ્તરે જણાવ્યું કે તેમના ટીકાકાર એ વાતથી નારાજ છે કે તાલિબાન અને દક્ષિણપંથી હિંદુ વિચારધારાને સમાન ગણાવી હતી. આ મુદ્દે તેમણે લખ્યુ કે,‘આ સત્ય છે કે તાલિબાન ધર્મના આધારે ઈસ્લામિક સરકારની રચના કરી રહ્યું છે. એવી જ રીતે હિંદુ દક્ષિણપંથી હિંદુ રાષ્ટ્ર ઈચ્છે છે. તાલિબાન મહિલાઓના અધિકારો પર રોક લગાવી તેમને હાંસિયામાં ધકેલવા માગે છે. હિંદુ દક્ષિણપંથીઓએ પણ એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ મહિલાઓ અને છોકરીઓના પક્ષમાં નથી.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!