GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

VIDEO: ભાજપમાં જોડાતાની સાથે જ જવાહર આવ્યાં અસલી રંગમાં, પત્રકારોને કહ્યું ‘વાંધો તારા બાપને હતો જ નહીં’

jawahar chavda junagadh

કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડામાં હવે ભરપૂર ઘમંડ આવી ગયો હોય તેમ લાગી રહ્યુ છે. તેઓ હવે સીધા પત્રકારો પર બેફામ બોલી રહ્યા છે. જવાહર ચાવડાના સામે આવેલા વીડિયોમાં તેઓ વિવેક ભૂલતા નજરે પડે છે. પક્ષપલટા અંગે બોલતા જવાહર ચાવડા પત્રકારોને ઉદ્દેશીને વાત કરતા જીભ પર કાબૂ ગુમાવતા આ વીડિયોમાં જોવા મળે છે.

તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં કેમ જોડાયા તેવા મીડિયાના સવાલોનો ઉલ્લેખ કરીને કહે છે કે વાંધો તારા બાપને હતો જ નહી. મીડિયાકર્મીઓ અંગે જવાહર ચાવડાએ બોલેલા આ શબ્દોથી ચર્ચા પણ જાગી છે. ભાજપમાં સામેલ થઇને પ્રધાન બન્યા બાદ જવાહર ચાવડાએ આ વીડિયોમાં પત્રકારો માટે વાપરેલા શબ્દોને કારણે તેમની ટીકા પણ થઇ રહી છે.

ભૂલ સ્વીકારતા નથી જવાહર

પત્રકારોના બાપ પર બોલનારા જવાહર ચાવડાને હજુ પોતે કોઇ ભૂલ કરી હોવાનો એકરાર નથી કર્યો. ઉલટાનુ તેમણે મીડિયાને શીખામણ આપી છે કે નબળી વાતોને બદલે સારી વાતો બતાવો તો તમારૂ અને મારૂ અને સમાજનુ ભલુ થશે. તેમણે સાથે કહ્યુ કે મારો એવો કોઇ ઇરાદો નહોતો. સાથે જ સવાલ ઉઠાવ્યો કે મારા ર૦ મિનિટના પ્રવચનમાં તમને માત્ર ત્રણ સેકન્ડ કેમ બતાવી. તેમણે સંબોધનમાં ઉપયોગ કરેલા શબ્દ પ્રયોગને તળપદો ગણાવી લૂલો બચાવ પણ કર્યો હતો.

કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ આકરી પ્રતિક્રિયા આપી

કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ મીડિયાને લઈને કરેલી વિવાદિત ટિપ્પણી પર કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ આકરી પ્રતિક્રિયા આપતા ભાજપ પર નિશાન તાક્યુ છે. ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસાયાએ કહ્યુ હતુ કે તેઓ ભાજપમાં જોડાયા છે. અને ભાજપમાં જોડાતાની સાથે જ ભાજપ-સંઘની ભાષા બોલી રહ્યા છે.

READ ALSO

Related posts

ભાવનગરનાં ઘોઘા બંદરે લગાવાયું ત્રણ નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ના ખેડવા અપાઈ સુચના

pratik shah

શહેરનાં સીટીએમ પાસે બેન્કનાં ATMમાં આગ લાગતા બળીને ખાખ, ફાયર વિભાગે આગને લીધી કાબૂમાં

pratik shah

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર, વરસાદને કારણે ચેકડેમો, નદી- નાળાઓ છલકાયાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!