GSTV
Home » News » જવાહર ચાવડાની વિવાદિત ટિપ્પણી બાદ લલિત વસોયા, હાર્દિક પટેલ અને રેશ્મા પટેલે કર્યા આકરા પ્રહાર: Video

જવાહર ચાવડાની વિવાદિત ટિપ્પણી બાદ લલિત વસોયા, હાર્દિક પટેલ અને રેશ્મા પટેલે કર્યા આકરા પ્રહાર: Video

કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ પત્રકારોને લઈને કરેલી વિવાદિત ટિપ્પણી પર કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ આકરી પ્રતિક્રિયા આપતા ભાજપ પર નિશાન તાક્યુ. જેમાં તેઓએ કહ્યું કે ભાજપમાં જોડાતાની સાથે જ તેઓ ભાજપ-સંઘની ભાષા બોલી રહ્યા છે. તો ભાજપમાંથી રાજીનામું આપનાર રેશ્મા પટેલે પણ કહ્યું કે પત્રકારોને કોઇ પણ પ્રશ્ન પુછવાનો અધિકાર છે.

તો પાસ કન્વિનરમાંથી કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે કોઈને મીડિયા પ્રત્યે નારાજગી હોય. પરંતુ મીડિયા જ સમાજના પ્રશ્નો ઉઠાવે છે. પરંતુ જવાહર ચાવડાને પ્રધાન પદ મળી ગયુ છે. એટલે તેઓના સૂર બદલાયા છે. તો પાસ  આગેવાન દિલીપ સાંબવાએ કહ્યું કે  જનતા વતી મીડિયા જ્યારે સવાલ પૂછે ત્યારે જવાબ આપવો પડશે. જવાબથી ભાગતા ફરો તે નહી ચાલે. તો આ અંગે વિવાદ બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી બચતા જોવા મળ્યા હતા. તેઓએ કહ્યું કે મંત્રીએ ખુલાસો કર્યો છે. તેથી મારે વધારે કંઈ કહેવાની જરૂર નથી.

Read Also

Related posts

બહુચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah