GSTV

ભારતીય ટીમના તેજ બોલરે કહ્યુ કે, ડેબ્યૂ પહેલા ધોનીએ તેમને આપી હતી આ સલાહ!

Last Updated on February 24, 2020 by Ankita Trada

ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પાંચ મેચની વન-ડે સીરીઝ રમી રહ્યુ હતું. આ વન-ડે સીરીઝને ભારત પહેલા જ ગુમાવી ચૂક્યુ હતું, પરંતુ પાંચમી મેચ તો તેમણે પોતાના સમ્માનને બચાવવા માટે રમવાની હતી. જો કે, આ મેચ પહેલા ભૂવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેથી કહી શકાય કે, ભૂવનેશ્વરની ઈજાએ જસપ્રીત બુમરાહ માટે ડેબ્યૂનો રસ્તો ખોલી દીધો છે. હાલમાં જ એક સ્પાઈલી પિચ નામના શો દરમિયાન જસપ્રીત બુમરાહએ પોતાનું ડેબ્યૂ અને મહેન્દ્ર સિંહ ધોનીની સલાહ વિશે જણાવ્યુ હતું.

બુમરાહની અજીબ એક્શને સૌને ચોંકાવી દીધા

ઘરેલુ ક્રિકેટમાં ગુજરાતના આ તેજ બોલરે બધાને પ્રભાવિત કર્યા હતા. તેમની પેસ અને અજીબ એક્શનને જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. હવે બુમરાહની સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છાપ છોડવાની તક હતી. બુમરાહે 10 ઓવરમાં 40 રન આપીને એર વિકેટ મેળવી લીધી હતી. ત્યારબાદ તેમણે પાછળ ફરીને જોયુ ન હતું. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં આ બોલર ત્રણેય ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યુ છે.

ધોનીએ તેમને શું સલાહ આપી હતી

આ શો દરમિયાન જસપ્રીત બુમરાહે જણાવ્યુ કે, મહેન્દ્ર સિંહ ધોનીએ તેમને ડેબ્યૂ પર શું સલાહ આપી હતી. તેમણે કહ્યુ કે, ‘તે સમયે કોઈ મારી પાસે આવ્યુ ન હતુ, કોઈએ મને કંઈપણ ન કહ્યુ, પરંતુ ધોની મારી પાસે આવ્યા અને કહ્યુ કે, જેવા તમે છો તેવા જ રહો તમારી ગેમને એન્જોય કરો.’

બુમરાહ 226 વિકેટ લઈ ચૂક્યા છે

પોતાની કેપ્ટનશીપ કરિયકમાં કેપ્ટન કૂલના નામથી પ્રખ્યાત ધોનીએ પોતાના બોલરોનો સાચો ઉપયોગ કર્યો હતો. ત્યારથી જ બુમરાહે 13 ટેસ્ટ, 64 વન-ડે અને 50 T-20 મેચ રમી છે. પોતાના નાની કરિયર લાઈફમાં 26 વર્ષીય તેજ બોલરે 226 વિકેટ લઈ ચૂક્યા છે. જેમાં ટેસ્ટ મેચમાં લેવામાં આવેલી હેટ્રિક પણ સામેલ છે.

ધોની IPLના મેદાનમાં પરત ફરશે

ઈગ્લેન્ડ અને વેલ્સમાં વર્ષ 2019માં રમાવામાં આવેલ વિશ્વ કપમાં તોઓ સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, હાલમાં બુમરાહ ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ રમવા ગયેલી ભારતીય ટીમમાં સામેલ છે. પ્રથમ ટેસ્ટમાં ભારત 10 વિકેટથી હારી ગયુ છે. વિશ્વ કપમાં સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ મેહન્દ્ર સિંહ ધોની ટીમમાંથી બહાર નીકળી ગયા છે. હવે ધોની 2020 માં IPLના મેદાનમાં જ જોવા મળશે.

READ ALSO

Related posts

શક્તિપીઠ બહુચરાજીમાં ભાદરવી પૂનમનું વિશેષ મહત્વ, ગુજરાત ભરમાંથી ભક્તો દર્શનનો લીધો લાભ

pratik shah

દેશમાં પ્રથમ ઇલેક્ટ્રિક હાઈવે બનાવવાની તૈયારી શરૂ: સરકાર કરી રહી છે વાતચીત, જાણો કેવી રીતે કરશે કામ

Zainul Ansari

Indian Railways : રેલવેએ યુવાનો માટે શરૂ કરી રેલ કૌશલ વિકાસ યોજના, 50 હજાર યુવાનોને નોકરી માટે આપશે તાલીમ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!