પાંચ વર્ષની ઉંમરમાં પિતા ગુમાવનાર જસપ્રીત બુમરાહે પોતાના સંઘર્ષના દિવસોની કહાની સંભળાવી. મુંબઇ ઇન્ડિયન્સે એક વીડિયો શેર કર્યો છે જેમાં બુમરાહ સાથે તેની મા પણ જોવા મળી રહી છે. બંને ભૂતકાળની વાતો શેર કરી રહ્યાં છે. વીડિયો પરથી જાણવા મળે છે કે કેવી રીતે ફક્ત એક ટી-શર્ટમાં કામ ચલાવનાર છોકરો ભારતીય ક્રિકેટ ટીમનો ધાકડ બોલર બની ગયો.

વીડિયોમાં બુમરાહની મા દલજીત કહે છે કે, જ્યારે જસપ્રીત પાંચ વર્ષનો હતો ત્યારે મે મારા પતિ ગુમાવ્યા હતા. બુમરાહે કહ્યું કે, તે બાદ અમે કંઇ ખરીદી શકતા ન હતા. મારી પાસે ફક્ત એક જોડી જૂતા અને એક ટી-શર્ટ હતી. હું હંમેશા તેને ધોઇને ફરીથી તેનો યુઝ કરતો હતો. એક બાળક તરીકે તમે એવી કહાની સાંભળો છો કે ક્યારેક કેટલાંક લોકો તમને જુએ છે અને તમારુ સિલેક્શન થઇ જાય છે પરંતુ મારા મામલે આ હકીકતમાં થયુ.

“Talent can come from anywhere and reach the pinnacle of success.”
— Mumbai Indians (@mipaltan) October 9, 2019
? Watch the transformational journey of @Jaspritbumrah93 from a rookie to a world-beater ?#OneFamily #CricketMeriJaan #LeaderInSport #LeadersWeek #NitaAmbani @ril_foundation pic.twitter.com/hFUqvQnHSv
દલજીતે કહ્યું કે પહેલીવાર જસપ્રીતને IPLમાં જોઇને મારી આંખો ભરાઇ આવી હતી. તેમણે કહ્યું કે, પહેલીવાર જ્યારે મે તેને ટીવી પર આઇપીએલ મેચમાં જોયો તો મારા આંસુ સુકાતા ન હતા. તેણે મને આર્થિક અને શારીરિક રૂપે સંઘર્ષ કરતાં જોઇ છે.

બુમરાહે કહ્યું કે બાળપણમાં મુશ્કેલીઓનો સામનો કરીને તે મજબૂત થયો. તેણે કહ્યું કે, તે તમામ મુશ્કેલ દિવસો તમને મજબૂત બનાવે છે કારણ કે તમે મુશ્કેલ દિવસો પણ જોયા છે.
Read Also
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો