GSTV

જસપ્રીત બુમરાહ આ હસીના સાથે આજે લેશે સાત ફેરા, માત્ર આટલા લોકોની હાજરીમાં ગુપચુપ થશે લગ્ન

બુમરાહ

Last Updated on March 15, 2021 by Bansari

15 માર્ચ સોમવારનો દિવસ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ માટે સૌથી ખાસ રહેશે. તેની શ્રેષ્ઠ બોલિંગથી તેની ક્રિકેટ કારકિર્દીમાં પહેલેથી જ ઘણી મહાન સિદ્ધિઓ હાંસલ કરનાર બુમરાહ હવે અંગત જીવનમાં પણ નવી ઉંચાઇ પર પહોંચવા જઇ રહ્યો છે. સોમવારે બુમરાહના જીવનમાં એક નવું પ્રકરણ શરૂ થશે. ઘણા દિવસોની અટકળો અને અફવાઓ બાદ આખરે બુમરાહ સોમવારે લગ્ન કરશે. બુમરાહ ગોવામાં એક ખાનગી સમારોહમાં સ્ટાર સ્પોર્ટસની એન્કર સંજના ગણેશન સાથે લગ્નની વિધિ પૂર્ણ કરશે.

બુમરાહ

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ બાદ જસપ્રિત બુમરાહે ભારતીય ટીમમાંથી રજા લીધી હતી. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયાએ કહ્યું હતું કે બુમરાહે ચોથી ટેસ્ટ પહેલા અંગત કારણોસર રજા માંગી હતી, જેને સ્વીકારવામાં આવી હતી. આને કારણે બુમરાહ અમદાવાદની ચોથી મેચમાં રમી શક્યો ન હતો. થોડા દિવસો પછી, સમાચાર આવ્યા કે બુમરાહ લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. જો કે તે સમય સુધી તે સ્પષ્ટ થઈ શક્યું ન હતું કે આ ફાસ્ટ બોલર કોની સાથે લગ્ન કરી રહ્યો છે.

બુમરાહ

પ્રાઇવસીનું ધ્યાન, મોબાઇલ ફોન પર પ્રતિબંધ

હવે ઘણા દિવસોની અફવાઓ અને અટકળો પછી સ્પષ્ટ થઈ ગયું છે કે ટીમ ઈન્ડિયાનો આ સુપરસ્ટાર સ્પોર્ટસ પ્રેઝેંટર સંજના ગણેશન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. એક રિપોર્ટ મુજબ ગોવામાં રવિવારે જ લગ્ન પહેલાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને સોમવારે આ દંપતી લગ્નની વિધિ પૂર્ણ કરશે.

બુમરાહ

રિપોર્ટ અનુસાર, લગ્નને ખૂબ જ ખાનગી અને મીડિયા લાઈમ-લાઈટથી દૂર રાખવામાં આવી રહ્યા છે. આ સમારોહમાં ફક્ત બંને જ પરિવારના નિકટના સંબંધીઓ અને મિત્રો ભાગ લઈ રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લગ્નમાં ભાગ લેનારા મહેમાનોને તેમનો મોબાઈલ ફોન ન લાવવાનું પણ કહેવામાં આવ્યું છે, જેથી આખી ઇવેન્ટ સંપૂર્ણ રીતે ખાનગી રહે અને મીડિયા અને સોશ્યલ મીડિયાની પહોંચથી દૂર રહે.

બુમરાહ

કોણ છે બુમરાહની દુલ્હનિયા

સંજના આઇપીએલમાં એન્કર છે અને તે વર્લ્ડ કપ 2019ને પણ કવર કરી ચૂકી છે. સંજના ગણેશન એન્જિનિયરિંગ પણ કરી ચૂકી છે. જોકે તેણે મોડલિંગની તરફ ફોકસ કર્યું અને વર્ષ 2014માં તે મિસ ઈન્ડિયાની ફાઇનલ સુધી પહોંચી. સંજના ગણેશન એન્જિનિયરિંગ પણ કરી ચૂકી છે. જોકે તેણે મોડલિંગની તરફ ફોકસ કર્યું અને વર્ષ 2014માં તે મિસ ઈન્ડિયાની ફાઇનલ સુધી પહોંચી.

સંજનાએ એમટીવીના રિયાલિટી શો સ્પિલ્ટ્સ વિલાથી ટીવી પર પોતાનું ડેબ્યૂ કર્યું હતું. સંજના ગણેશને વર્ષ 2013માં ફેમિના ગોર્જિયસનું ટાઇટલ જીત્યું હતું. સંજનાએ એમટીવીના રિયાલિટી શો સ્પિલ્ટ્સ વિલાથી ટીવી પર પોતાનું ડેબ્યૂ કર્યું હતું. સંજના ગણેશને વર્ષ 2013માં ફેમિના ગોર્જિયસનું ટાઇટલ જીત્યું હતું.

Read Also

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!