બુમરાહની ધમાલ સાથે ટીમ ઇન્ડિયાની કમાલ, એક સાથે તોડ્યો 39 વર્ષ જૂનો આ રેકોર્ડ

ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જાસ્પ્રીત બૂમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન ટેસ્ટના ત્રીજા દિવસે શોન માર્શની વિકેટ સાથે 39 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ ઉપરાંત બૂમરાહ સિવાય, ભારતે પણ 39 વર્ષનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

હકીકતમાં, મેલબોર્ન ટેસ્ટ દરમિયાન શૌન માર્શની વિકેટ સાથે, બૂમરાહે ઇતિહાસ રચ્યો હતો. બુમરાહ પહેલો એવો ભારતીય બોલર બની ગયો છે જેણે પોતાના ડેબ્યૂ કેલેન્ડર વર્ષ (પોતાની ટેસ્ટ કરિયરના પ્રથમ વર્ષ)માં અત્યાર સુધી 43 વિકેટ હાંસેલ કરી હોય.


બમરાહે ભૂતપૂર્વ ભારતીય બોલર દિલીપ દોશીનો 39 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો અગાઉ, ડેબ્યુ કેલેન્ડર વર્ષમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેવાનો વિક્રમ સ્પિનર દીલીપ દોશીના નામે હતો, જેમણે 39 વર્ષ પહેલાં 1979માં 40 વિકેટ લીધી હતી.


આ બુમરાહનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વર્ષ છે. 25 વર્ષીય બુમરાહે આ વર્ષે 5 જાન્યુઆરીના રોજ કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ. તેણે મેલબર્ન ટેસ્ટ પહેલાં 8 ટેસ્ટ મેચમાં 23.66ની સરેરાશથી 39 વિકેટ ઝડપી.

ડેબ્યુ કેલેન્ડર વર્ષ: સૌથી વધુ વિકેટ લેનાર બોલરો

43 વિકેટ: જાસ્પીત બૂમરાહ (2018) *

40 વિકેટ: દિલીપ દોશી (1979)

37 વિકેટ: વેંકટેશ પ્રસાદ (1996)

36 વિકેટ: નરેન્દ્ર હિરવાની (1988)

35 વિકેટ: એસ. શ્રીસંત (2006)

ફક્ત એટલું જ નહીં, ભારતીય ટીમે બૂમરાહ સાથે પોતાનો પણ રેકોર્ડ તોડ્યો છે. ખરેખર, આ વર્ષે ભારતીય બોલરોએ ટેસ્ટ ક્રિકેટમાં કુલ 252 વિકેટ ઝડપી છે. અને તેણે પોતાનો 39 વર્ષ જૂનો રેકોર્ડને તોડ્યો. અગાઉ, ભારતના બોલરોએ 1979માં કૅલેન્ડર વર્ષમાં 249 વિકેટ લીધી હતી.

એક કૅલેન્ડર વર્ષમાં ભારતીય બોલરો ક્યારે લીધી કેટલી વિકેટ

253 * વર્ષ 2018 (સરેરાશ 24.83)

249 વર્ષ 1979 (સરેરાશ 31.77)

241 વર્ષ 2002 (સરેરાશ 33.20)

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter