GSTV
Home » News » બુમરાહે રાજસ્થાન પોલીસ સાથે પોતાનો હિસાબ બરાબર કર્યો, જાણો સમગ્ર મામલો

બુમરાહે રાજસ્થાન પોલીસ સાથે પોતાનો હિસાબ બરાબર કર્યો, જાણો સમગ્ર મામલો

બાંગ્લાદેશને રોમાંચક મુકાબલામાં હરાવ્યાં બાદ ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર ચેમ્પિયન બની છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં  ભારતીય ટીમની બોલીંગ જબરદસ્ત રહી. ધીમી વિકેટ પર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે જે કમાલ કરી દેખાડી તે ખરેખર પ્રશંસનીય છે.

જીત બાદ બુમરાહે ટ્રોફી સાથે ટ્વિટર પર તસવીર શેર કરી. બુમરાહે લખ્યું કે, કેટલાંક લોકો પોતાની ક્રિએટીવીટીનો ઉપયોગ સાઇનબોર્ડ પર કરે છે. આશા છે કે આ તસવીર પણ તે કામમાં આવશે. આ સાથે જ તેમણે રાજસ્થાન પોલીસ સાથે પોતાનો હિસાબ પણ બરાબર કરી લીધો છે.

હકીકતમાં ગત વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો.આ મુકાબલામાં બુમરાહે પાકિસ્તાન સામે નૉ બોલ નાંખ્યો હતો. આ બોલ પર ફખર જમાનની વિકેટ ગઇ હતી. જો કે પછીથી તેને જૉટ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો અને તેણે 114 રન ફટકાર્યા હતાં.

જે પછી રાજસ્થાન પોલીસે બુમરાહની નૉ બોલની તસવીરને ટ્રાફિકના નિયમોની જાણકારી માટે ઉપયોગમાં લીધી. આ રીતે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકોને ચેતવણી આપવામાં આવી કે એક ભૂલ કેટલી નુકસાનકારક સાબિત થઇ શકે છે. બુમરાહની નૉ બોલની તસવીર અન્ય લોકોએ પણ ઉપયોગમાં લીધી.

ઉલ્લેખનીય છે કે બુમરાહે એશિયા કપમાં ચાર મેચ દરમિયાન આઠ વિકેટ ઝડપી. બાંગ્લેદેશની સામે સુપર-4 મેચમાં તેણે 37રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી જે આ ટૂર્નામેન્ટનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. વેસ્ટઇન્ડીઝ સામે ઘરેલૂ ટેસ્ટ સિરિઝમાં તેને આરામ આપવામાં આવ્યો છે.

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

CPEC પર અમેરિકાની પાકિસ્તાન પર લાલ આંખ, ચીનની જાળમાં ફસાતા આપી ચેતવણી

Ankita Trada

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!