GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

વિજય શંકર નહી આ ખેલાડી છે જીતનો અસલ હીરો, અંતિમ ઓવરમાં ‘ગુરુમંત્ર’ આપીને બાજી પલટી નાંખી

dhoni kohli vijay shankar

વિરાટ કોહલીની શાનદાર શતકીય ઇનિંગના કારણે ટીમ ઇન્ડિયાએ મંગળવારે નાગપુરમાં રમાયેલી બીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને 8 રને હરાવીને પંચ વનડે મેચની સીરીઝમાં 2-0તી લીડ મેળવી લીધી છે. તેવામાં આ જીતનો અસલ હીરો રહેલા Vijay Shankar એ જણાવ્યું કે અંતિમ ઓવરમાં કેવી રીતે Bumrah ની મદદ લઇને ટીમને વિજયી બનાવી.

અંતિમ ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીત માટે 6 બોલ પર 11 રનની જરૂર હતી. ક્રીઝ પર હાફ સેંચુરી ફટકારનાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ સાથે નાથન લિયોન બેટિંગ કરી રહ્યો હતો અને કાંગારૂઓના હાથમાં બે વિકેટ સુરક્ષુત હતી.

અંતિમ ઓવર લેતાં પહેલાં Vijay Shankar એ ટીમના ધાકડ બોલર જસપ્રીત બુમરાહ સાથે વાતચીત કરી હતી. બુમરાહે વિજય શંકરને કહ્યું હતું કે, પિચ પર બોલ થોડો રિવર્સ થઇ રહ્યો છે. તારે વિકેટ પર સાચી લેંથ પકડીને બોલીંગ કરવી પડશે.

વિજય શંકરે જણાવ્યું કે, બુમરાહની તે વાત મારા મગજમાં બેસી ગઇ અને મે તે જ વિચાર્યુ કે રનને ડિફેન્ડ કરવા માટે યોગ્ય રીત એ જ છે કે હું વિકેટ પર બોલ સીધો નાંખુ અને વિકેટ હાંસેલ કરૂ. તે બાદ વિજય શંકરે અંતિમ ઓવરમાં ત્રણ બોલ પર બે વિકેટ હાંસેલ કરીને ભારતને વિજયી બનાવ્યું.

વિજય શંકરે અંતિમ ઓવરમાં પહેલાં જ બોલ પર માર્કસ સ્ટોઇનિસને એલબીડબલ્યુ આઉટ કરીને પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો. શંકરના બીજા બોલ પર જાંપાએ બે રન લીધાં. તે બાદ ત્રીજા બોલ પર બોલરે જાંપાને ક્લીન બોલ્ડ કરી દીધો.

જણાવી દઇએ કે કેપ્ટન Virat Kohliના શતકીય પ્રહાર (116 રન) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે Team Indiaએ નાગપુરમાં ઇતિહાસ રચી દીધો છે. 251 રનના ટાર્ગેટનો પીછો કરતાં કાંગારૂઓ ટીમ અંતિમ ઓવરમાં જીતવા માટે 11 રન  ન બનાવી શકી.

નિર્ણાયક ઓવર નાંખનાર વિજય શંકરે માર્ક્સ સ્ટોઇનિસ (52)ને પ્રથમ બોલમાં જ એલબીડબલ્યૂ કરી કાંગારૂઓના ઇરાદા પર પાણી ફેરવી દીધું. તે બાદ ત્રીજા બોલ પર એડમ જાંપા (2)ને બોલ્ડ કરી વિજય શંકરે ભારતને રોમાંચક જીત અપાવી.

49.3 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 242 રન પર સમેટાઇ ગઇ. વિરાટ બ્રિગેડે ઓસ્ટ્રેલિયાને બીજી વન ડેમાં 8 રને હરાવીને ફક્ત સિરીઝમાં 2-0થી લીડ જ નથી મેળવી પરંતુ વન ડેમાં પોતાની 500મી જીત પણ નોંધાવી છે.

Read Also

Related posts

બગસરા અને ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ, ખેતીના પાકને મળ્યું જીવનદાન

Nilesh Jethva

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 2019માં શરૂ કરવામાં આવેલો આ પાઇલટ પ્રોજેક્ટ થયો સફળ, કરદાતાની મુશ્કેલી ટળી

Nilesh Jethva

અમદાવાદના પૂર્વમાં હત્યાનો સિલસિલો યથાવત, ભાઈપુરા વોર્ડમાં યુવકની બરહેમીથી હત્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!