GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

વેસ્ટઇન્ડીઝમાં બુમરાહે એ કરી બતાવ્યું જે એશિયાનો કોઇ ક્રિકેટર નથી કરી શક્યો, તોડ્યા આટલા રેકોર્ડઝ

ટેસ્ટ ક્રિકેટમાં પણ જસપ્રીત બુમરાહની શાનદાર બોલીંગ યથાવત છે. વેસ્ટઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટમાં બુમરાહે પાંચ વિકેટ લઇને ઇતિહાસ રચ્યો છે. સાઉથ આફ્રિકા સામે ગત 5 જાન્યુઆરીએ ડેબ્યૂ કરનાર જસપ્રીત બુમરાહે પોતાના દરેક વિદેશી પ્રવાસ પર 5 વિકેટ હૉલ પૂરો કર્યો છે. સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને હવે વેસ્ટઇન્ડીઝ સામે બુમરાહે પાંચ વિકેટ લીધી છે.

બુમરાહ એશિયાનો પ્રથમ એવો બોલર છે જેણે આ ચાર દેશોમાં 5 વિકેટ-હૉલ લીધા હોય. રસપ્રદ બાબત એ છે કે જસપ્રીત બુમરાહે આ સિદ્ધી આ દેશોના પોતાના પ્રથમ પ્રવાસમાં જ મેળવી છે. બુમરાહે 8 ઓવરમાંથી 4 મેડન નાખતા 7 રન આપીને 5 વિકેટ ઝડપી. કોઇ ભારતીય બોલરે ટેસ્ટમાં આટલા ઓછા રન આપીને ક્યારેય 5 વિકેટ નથી લીધી.

બુમરાહ ઉપરાંત અન્ય ભારતીય બોલર્સ પણ ઉમદા સાબિત થયાં. આ મેચમાં ભારતીય બોલર્સની એવરેજ 10.94 રહી જે તે મેચોમાં ટીમ ઇન્ડિયાનું બેસ્ટ છે જેમાં તેણે 50થી વધુ ઓવર નાંખી હોય. અગાઉની રેકોર્ડ એવરેજ 12.76 હતી જે 1986માં હેડિંગ્લેના મેદાન પર હાંસેલ થઇ હતી. આ મેચમાં ફાસ્ટ બોલર્સે કુલ 18 વિકેટ લીધી જે વેસ્ટઇન્ડિઝમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

આ મેચમાં વિન્ડીઝની અંતિમ  જોડીએ 50 રન બનાવ્યાં. બીજી ઇનિંગમાં ભારતીય બોલર્સે વીંડીઝને 100 રનના સ્કોર પર ઑલઆઉટ કરી દીધું. આ ભારત સામે વિંડિઝનો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ કેરેબિયન ટીમ 2006માં કિંગ્સટનના મેદાન પર 103 રન બનાવીને ધ્વસ્ત થઇ ગઇ.

રન પ્રમાણે આ ભારતની સૌથી મોટી જીત રહી. ભારતે 318 રનના અંતરે વિંડીઝને હરાવ્યુ. તેની પહેલાની ભારતની રેકોર્ડ જીત 2017માં આવી હતી જ્યારે ટીમ ઇન્ડિયાએ ગૉલમાં શ્રીલંકાને 304 રને હરાવ્યું હતુ. રનોના આધારે ભારતની પાંચ સૌથી મોટી જીતમાંથી ચાર કોહલીની કેપ્ટન્સીમાં મળી છે.

Read Also

Related posts

ઝાયડસ કેડિલાએ ભારતમાં લોન્ચ કરી કોરોનાની સૌથી સસ્તી દવા, સમગ્ર દેશમાં સરળતાથી મળી રહેશે

Pravin Makwana

સૌથી ખર્ચાળ ફિલ્મ હશે સલમાન ખાનની ‘ટાઇગર 3’, આવતા વર્ષે ફેબ્રુઆરીથી શરૂ થશે શૂટિંગ

Mansi Patel

કોરોના વાયરસની જંગ જીત્યો ભારતનો આ શતકધારી ક્રિકેટર, રમી શકશે IPL

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!