GSTV
Home » News » જરૂરી નથી અંતિમ ઓવરમાં બોલર મેચ જીતાડી જ દે, ઉમેશ યાદવની વહારે આવ્યો આ ખેલાડી

જરૂરી નથી અંતિમ ઓવરમાં બોલર મેચ જીતાડી જ દે, ઉમેશ યાદવની વહારે આવ્યો આ ખેલાડી

ઓસ્ટ્રેલિયા સામે સીરીઝની પહેલી ટી-20 ગુમાવ્યા બાદ ઉમેશ યાદવ નિશાને આવી ગયો છે. જસપ્રીત બુમરાહે આલોચનાઓથી ઘેરાયેલા સાથે ફાસ્ટ બોલરનો બચાવ કર્યો છે. બુમરાહે કહ્યું કે કોઇ એવો પણ દિવસ હોય છે જ્યારે અંતિમ ઓવરમાં બોલીંગની રણનીતી કારગર સાબિત નથી થતી.

ઓસ્ટ્રેલિયા સામે શરૂઆતની ટી-20ની અંતિમ ઓવરમાં ઉમેશ 14 રન બચાવી ન શક્યો. તેવામાં બુમરાહે 19મી ઓવરમાં શાનદાર બોલીંગથી ફક્ત 2 રન આપ્યાં અને ભારતની મેચમાં વાપસી થઇ. તેનાથી ઉમેશને અંતિમ ઓવરમાં 14 રનનો બચાવ કરીને ઓસ્ટ્રેલિયાને 127 રનના લક્ષ્ય સુધી પહોંચતા રોક્યું.

ઉમેશની અંતિમ ઓવર વિશે પૂછવા પર બુમરાહે સિનિયર સાથીનો બચાવ કરતાં કહ્યું કે, આવું થઇ જાય છે, કોઅપણ પરિસ્થીતીમાં અંતિમ ઓવરમાં બોલીંગ કરવી મુશ્કેલ હોય છે. આવું બંને તરફથી કહી શકાય અને ક્યારેક તો તેમાં અડધી-અડધી સંભાવનાઓ હોય છે.

તેણે કહ્યું કે, તમે તમારુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરો છો અને તમે તમારી રણનીતીમાં સ્પષ્ટ હોવ છો. કોઇ દિવસ તો આ કારગર હોય છે અને કોઇ દિવસ તે સફળ નથી થતી. તેના વિશે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ મેચનો અંત અમારા પક્ષમાં કરવા માંગતા હતા પરંતુ તે શક્ય ન બન્યું.

બુમરાહે કહ્યું કે ટૉસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા પાસે તે વસ્તુ ફાયદાકારક હતી કે તેઓ જાણતા હતાં કે તેમણે શું કરવાનું છે કારણ કે તેમની સામે લક્ષ્ય હતું જ્યારે ભારતીય ટીમ ઇનિંગને પ્રતિસ્પર્ધી સ્કોર બનાવામાં લાગી હતી.

તેણે કહ્યું કે, જ્યારે તમારી સામે લક્ષ્ય હોય છે, તો તે અલગ હોય છે. આ નાનો ટાર્ગેટ હતો. તેથી એક બાઉન્ડ્રી લગાવ્યાં બાદ તમારે વધુ જોખમ ખેડવાની જરૂર નથી હોતી. પરંતુ પહેલાં બેટિંગ કરતાં અમે પડકારજનક સ્કોર બનાવવાનો પ્રયાસ કરવા લાગ્યાં તેથી કદાચ આ થોડુ અલગ હતુ. તે બાઉન્ડ્રી લગાવ્યા બાદ સ્ટ્રાઇક રોટેટ કરી રહ્યો હતો.

Read Also

Related posts

હોલિવૂડના મહાનાયક અલ પચીનો આજે બર્થ ડે: ગૉડફાધરએ દુનિયાભરમાં તહલકો મચાવ્યો હતો

Bansari

BJPની વીઆઈપી સીટ: અજય રાય અને શાલીનીની એન્ટ્રીથી કેટલો ફાયદો થશે પીએમ મોદીને?

Bansari

પીએમ મોદીના ભાઈના ઘરની દિવાલ પર છે જવાહર લાલ નહેરૂની તસવીર, થયો મોટો ખુલાસો

Mansi Patel