GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

ICC ટેસ્ટ રેન્કિંગમાં બુમરાહની કમાલ, આ ધાકડ ખેલાડીઓને પછાડીને ટૉપ-3માં સામેલ થયો

ટીમ ઈન્ડિયાના ઈન ફોર્મ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટેસ્ટ બોલર્સની યાદીમાં ટોપ-થ્રીમાં સ્થાન મેળવી લીધું છે. બુમરાહે કિંગસ્ટનમાં પુરી થયેલી વિન્ડિઝ સામેની શ્રેણીની બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં હેટ્રિક સહિત છ વિકેટ ઝડપી હતી. ટેસ્ટમાં તેને કુલ ૭ વિકેટ મળી હતી. બે ટેસ્ટની શ્રેણીમાં તેણે ૧૩ વિકેટ ઝડપી હતી. આઇસીસીના નવા રેન્કિંગમાં તેને ટેસ્ટ બોલર્સમાં કમિન્સ અને રબાડા બાદ ત્રીજો ક્રમ મળ્યો છે.

ગત વર્ષે જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ બુમરાહે પહેલીવાર આઇસીસી ટેસ્ટ રેંકિંગમાં ટૉપ 5માં પહોંચી ગયો છે. માત્ર 12 ટેસ્ટ મેચ રમનાર બુમરાહે વેસ્ટઇન્ડીઝ સામે બે મેચની ટેસ્ટ સીકીઝમાં 13 વિકેટ ઝડપી. આ પ્રદર્શનની મદદથી તેણે પોતાના કરિયહરની સર્વ શ્રેષ્ઠ રેન્કિંગ હાસેલ કરી છે અને ઘણા ઓછા સમયમાં ત્રીજા ક્રમે પહોંચી ગયો છે.

બુમરાહ હાલ 835 અંકો સાથે પેંટ કમિંસ અને કગિસો રબાડાથી પાછળ છે. જણાવી દઇએ કે પ્રથમ ટેસ્ટ બાદ બુમરાહ જબરદસ્ત છલાંગ લગાવતાં સાતમા સ્થાને પહોંચી ગયો છે. સાથે જ બીજી ટેસ્ટમાં પણ પોતાની પહેલી હેટ્રિક સહિત લઇને હવે તે પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર પહોંચી ગયો છે.

જ્યારે વિન્ડિઝ સામેની બીજી ઈનિંગમાં પહેલા જ બોલે શૂન્ય પર આઉટ થયેલા કોહલીને ટેસ્ટ બેટ્સમેનોમાં બીજા ક્રમે ફેંકાવું પડયું હતુ. નવા રેન્કિંગમાં તેને સ્મિથ બાદ સ્થાન મળ્યું છે. નોંધાપાત્ર છે કે, વન ડેના બેટ્સમેનોમાં કોહલી પ્રથમ અને રોહિત બીજા ક્રમે છે. જ્યારે વન ડે બોલર્સમાં બુમરાહ ટોચના ક્રમે છે. ટેસ્ટ બોલર્સમાં હોલ્ડર ચોથા ક્રમે છે. જ્યારે તેને ટેસ્ટ ઓલરાઉન્ડર્સમાં ટોચનુ સ્થાન મળ્યું છે. ઓલરાન્ડર્સમાં જાડેજા ચોથા ક્રમે અને અશ્વિન સાતમા ક્રમે છે.

Read Also

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!