India vs Australia 3rd T20: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ ધમાકેદાર અંદાજમાં જીતી લીધી છે. ટીમ ઈન્ડિયા વતી એક સ્ટાર ખેલાડીએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે, આ ખેલાડીને ભારતીય ટીમની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે, પરંતુ હવે આ ખેલાડી ટીમ ઈન્ડિયા પર બોજ બની ગયો છે. આવી સ્થિતિમાં ટી20 વર્લ્ડ કપ 2022માં પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીનું પત્તુ કપાઈ શકે છે. આવો જાણીએ આ ખેલાડી વિશે.

આ ખેલાડીએ કર્યા નિરાશ
ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે, પરંતુ તે પોતાના બોલથી પહેલા જેવો જાદુ દેખાડી શક્યો નથી. તેની સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ જોરદાર રન બનાવ્યા હતા. તે પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં ઘણા રન લુંટાવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી20 મેચમાં જસપ્રીત બુમરાહ ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે પોતાની ચાર ઓવરમાં 50 રન આપ્યા અને તે કોઈ વિકેટ લઈ શક્યો નહીં.
T20I કરિયરનો સૌથી મોંઘો સ્પેલ ફેંક્યો
જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે તેની કરિયરની સૌથી ખરાબ બોલિંગ કરી હતી. તેણે તેની કરિયરનો સૌથી મોંઘો સ્પેલ બોલ કર્યો. ઓસ્ટ્રેલિયા સામે, બુમરાહે આ મેચમાં 4 ઓવરમાં 50 રન આપ્યા હતા અને આ સમયગાળા દરમિયાન તેનો ઇકોનોમી રેટ 12.50 હતો. આ પહેલા વર્ષ 2016માં જસપ્રીત બુમરાહે વેસ્ટ ઈન્ડિઝ સામે 47 રન ફટકાર્યા હતા.

ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા
બોલિંગ આક્રમણમાં જસપ્રીત બુમરાહને ભારતીય ટીમની કરોડરજ્જુ માનવામાં આવે છે, પરંતુ તે તેના બેસ્ટ ફોર્મમાં નથી. આવી સ્થિતિમાં ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની ચિંતા વધી ગઈ છે. બુમરાહે ટીમ ઈન્ડિયા માટે 30 ટેસ્ટ મેચમાં 128 વિકેટ, 72 વનડેમાં 121 વિકેટ અને 59 ટી-20 મેચમાં 70 વિકેટ ઝડપી છે.
Read Also
- લગ્નેત્તર સંબંધોને લઈને આલિયાએ પિતાને આપ્યો સાથ, લોકોએ લીધી આડે હાથ
- Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે
- હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો
- તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ
- શેરબજારમાં આજે નહીં થાય ટ્રેડિંગ, 31 માર્ચ સુધી રાહ જોવી પડશે, જાણો કેમ ?