GSTV

IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…

વર્તમાન ઓસ્ટ્રેલિયન પ્રવાસ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજે પોતાના પ્રદર્શનથી પોતાની સાથે ટીમનું મનોબળ વધારવાનું કામ કર્યું છે. આ સાથે જ તેણે ઘણા ક્રિકેટ પ્રશંસકોને પોતાના ફેન્સ બનાવ્યા હતા.

સિરાજે ઝડપી 5 વિકેટ, મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

મોહમ્મદ સિરાજે બ્રિસ્બેન ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં સ્ટિવ સ્મિથ અને માર્નસ લાબુશેન સહિત 5 ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને પેવેલિયન પરત મોકલ્યા હતા. આ મેચમાં તેણે કુલ 6 વિકેટ ઝડપી છે. મોહમ્મદ સિરાજે જેવી જ હેઝલવુડની વિકેટ ઝડપી તે સાથે જ ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ્સનો અંત આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમથી નીકળી મેદાન પર આવ્યા અને ઝડપી બોલર સિરાજને શાબાશી આપવા લાગ્યા હતા. આ ઉપરાંત દર્શકોએ પણ સિરાજને સ્ટેન્ડિંગ ઓવેશન આપી તેની આ સિદ્ધીને બિરદાવી હતી.

આ કારણે સિરાજને ગળે મળી બુમરાહે કરી પ્રશંસા

જ્યારે મોહમ્મદ સિરાજ ડ્રેસિંગ રૂમ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે જસપ્રીત બુમરાહે તેને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું,‘ઔર મિયાં…’, અને પછી આવી ઈમોશનલ ક્ષણ જ્યારે બુમરાહે સિરાજને ગળે મળી તેની પ્રશંસા કરી હતી. જસપ્રિત બુમરાહ જે સામાન્ય રીતે ભારતીય બોલિંગ યુનિટને લીડ કરે છે તે ઈજાને કારણે મહત્ત્વપૂર્ણ અંતિમ ટેસ્ટમાં રમી શક્યો નહીં. બ્રિસ્બેન ખાતે ચાલી રહેલી આ ટેસ્ટમાં સિરાજે બુમરાહની ભૂમિકાને ઘણી સારી રીતે ભજવી હતી. આ જ કારણે બુમરાહ ઘણો ખુશ થયો હતો કે જે જવાબદારી સિરાજને સોંપવામાં આવી તેની પર તે ખરો ઉતર્યો. વીડિયો જોઈ એવું લાગ્યું કે, સિરાજની 5 વિકેટની સિદ્ધી પર તેના કરતા બુમરાહને વધુ ખુશી થઈ હતી.

READ ALSO

Related posts

ધબડકો/ ઈંગ્લેન્ડની 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, 150 રન પણ ચેઝ કરવા ભારે પડશે

Pravin Makwana

અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો

Pravin Makwana

Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!