GSTV

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જસપ્રિત બુમરાહે આ અનોખો રેકોર્ડ નોંધાવ્યો

જસપ્રિત

Last Updated on December 11, 2020 by Bansari

ભારતીય ટીમે આજથી ઓસ્ટ્રેલિયા-એ ટીમ સામે ત્રણ દિવસની વોર્મ અપ મેચનો પ્રારંભ કર્યો અને પહેલા દિવસે જ ટીમનો ધબડકો થયો હતો. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે સસ્તામાં જ નવ વિકેટ ગુમાવી દીધી ત્યારે જસપ્રિત બુમરાહ બેટિંગમાં આવ્યો હતો. બુમરાહ તેની બોલિંગ માટે જાણીતો છે પરંતુ શુક્રવારની મેચમાં બુમરાહે બેટિંગમાં કમાલ કરી હતી.

તેણે આ મેચમાં અણનમ 55 રન ફટકારવાની સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. બુમરાહે આ અગાઉ 2014ના જુલાઈ મહિનામાં ભારત-એ સાથે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો હતો. એ વખતે તેણે બ્રિસબેન ખાતે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયા-એ સામે અણનમ 16 રન ફટકાર્યા હતા. આમ શુક્રવારે તેણે આ આંકને વટાવી દીધો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેની પહેલી અડધી સદી હતી.

આટલું જ નહીં પરંતુ કોઈ પણ લેવલના ક્રિકેટમાં બુમરાહનો આ સર્વોચ્ચ સ્કોર હતો. તેણે કરિયરમાં ટેસ્ટ, વન-ડે, ટી20 ઉપરાંત રણજી ટ્રોફી કે કોઈ પણ ફર્સ્ટ ક્લાસ મેચ, લિસ્ટ-એ મેચ કે ટી20 મેચમાં ક્યારેય આટલા રન નોંધાવ્યા ન હતા. ટેસ્ટ અને વન-ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર દસ રન હતો તો ટી20 ઇન્ટરનેશનલમાં તેનો સર્વોચ્ચ સ્કોર માત્ર સાત રન હતો. લિસ્ટ-એમા તેણે એક વાર 42 રન ફટકાર્યા હતા.

Read Also

Related posts

સમયસર લોન ચુકવનાર ખેડૂતોને રાજ્ય સરકાર આપી રહી છે આ ભેટ, જાણો શું છે સમગ્ર યોજના

Vishvesh Dave

બ્યુટી ટિપ્સ : પગની સાર-સંભાળ રહે છે આ ફ્રૂટ સ્ક્ર્બ વિના અધૂરી, આજે જ જાણો ઉપયોગની રીત અને મેળવો લાભ

Zainul Ansari

શું તમે પ્રથમ વખત ફાઇલ કરી રહ્યા છો ઇનકમ ટેક્સ રિટર્ન? જાણો નવા પોર્ટલ પર કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!