GSTV

બેટિંગની તરફેણ કરતાં નિષ્ણાંતો સામે જસપ્રિત બુમરાહનો કટાક્ષ! જાણો શું કહ્યું…

Last Updated on November 6, 2020 by Ankita Trada

ભારતીય ક્રિકેટ બોર્ડે આ વખતે કોરોના વાયરસની મહામારીને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભારતને બદલે યુનાઇટેડ આરબ અમિરાતમાં કર્યું છે. અમિરાતમાં દુબઈ, શારજાહ અને અબુધાબીની વિકેટો અને ભારતની વિવિધ પિચોમાં ઘણો ફરક છે. ભારતમાં માત્ર બેટ્સમેનને જ નહીં પરંતુ સ્પિનર્સને પણ વિકેટ તરફથી ભરપુર મદદ મળતી રહેતી હોય છે. આમ છતાં આઇપીએલ દરમિયાન કેટલાક ક્રિકેટ નિષ્ણાતો અને ખાસ કરીને કોમેન્ટેટર્સ હંમેશાં બેટ્સમેનની જ પ્રશંસા કરતા હોય છે. તેઓ બોલર્સની મહેનતને ધ્યાનમાં લેતા હોતા નથી જેનાથી મોટા ભાગના બોલર અકળાયેલા રહેતા હોય છે પરંતુ તેઓ તક મળે નહીં ત્યાં સુધી મૌન રાખતા હોય છે.

ટીમને 57 રનથી ભવ્ય વિજય અપાવ્યો

ગુરુવારે રમાયેલી પ્રથમ કવોલિફાયરમાં મુંબઈ ઇન્ડિયન્સના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે ચાર વિકેટ ઝડપીને દિલ્હી સામે પોતાની ટીમને 57 રનથી ભવ્ય વિજય અપાવ્યો હતો. મેચ બાદ બુમરાહે માત્ર બેટ્સમેનની જ પ્રશંસા કરતા અને હંમેશાં બેટિંગની જ તરફેણ કરનારા નિષ્ણાતો સામે કટાક્ષ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે આપણે ત્યાં એવા ઘણા બેટ્સમેનપ્રેમી પંડિતો બેઠા છે પરંતુ મને તેમની પરવાહ નથી. હું તેમને ધ્યાનમાં લેતો નથી કેમ કે મારું કામ બોલિંગ કરવાનું છે અને મેં મારી બોલિંગથી જ તેમને જવાબ આપી દીધો છે.

પ્રારંભમાં વિકેટ લેવી જરૂરી હતી

દિલ્હી સામે ચાર ઓવરમાં 14 રન આપીને ચાર વિકેટ લેનારા બુમરાહે જણાવ્યું હતું કે હું પિચ અંગે વિચારતો નથી. મને જે જવાબદારી સોંપવામાં આવી છે અને આ ભૂમિકા ભજવવા અંગે જ હું ફોકસ રહું છું. ગુરુવારની મેચમાં જે રીતે ઝાકળ પડ્યું હતું તે જોતાં પ્રારંભમાં વિકેટ લેવી જરૂરી હતી. હું પરિણામ તરફ ધ્યાન આપતો નથી કેમ કે જ્યારે પણ મેં આમ કર્યું છે ત્યારે મને તકલીફ પડી છે. બોલ્ટ સાથે બોલિંગ કરવા અંગે ગુજરાતના આ બોલરે જણાવ્યું હતું કે હું પહેલી વાર તેની સાથે રમી રહ્યો છું. અમારા બંને વચ્ચેની વાતચીત ફળદ્રુપ રહે છે. તે ચતુર બોલર છે. તે અલગ અલગ પરિસ્થિતિમાં કેવી રીતે બોલિંગ થાય તે અંગે વાત કરતો રહે છે.

READ ALSO

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!