પૈસા વસૂલ મેચ: સિક્સરોનો વરસાદ, 3 સદી અને રનનો ખડકલો છતાં ઇંગ્લેન્ડની ઐતિહાસિક જીત

ઇંગ્લેન્ડે પાંચ વન ડે મેચની સીરીઝની પહેલી મેચમાં વેસ્ટઇન્ડીઝને 6 વિકેટે હરાવ્યું છે. પહેલાં બેટિંગ કરતાં વેસ્ટઇન્ડીઝે 360 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો. જવાબમાં ઇંગ્લેન્ડે આ ટાર્ગેટ ફક્ત 4 વિકેટ ગુમાવીને હાંસેલ કરી લીધો અને તે પણ 8 વિકેટ બાકી હતાં ત્યાં જ. આ વન ડે ક્રિકેટ ઇતિહાસમાં તેઝ કરતાં ત્રીજી સૌથી મોટા જીત હતી.

ઇંગ્લેન્ડ માટે 361 રનનો ટાર્ગેટ ખૂબ જ મુશ્કેલ હતો. પરંતુ ઇંગ્લીશ બેટ્સમેનોએ તાબડતોબ બેટિંગ કરીને તેને સરળ બનાવી દીધો. ઓપનિંગ બેટ્સમેન જેસન રૉય અને જૉની બેસ્ટોએ પહેલી વિકેટ માટે 91 રનની પાર્ટનરશીપ કરી. બેસ્ટો ફક્ત 34 રન બનાવીને આઉટ થઇ ગયો. પરંતુ જેસન રૉયે પોતાની ધમાકેદાર બેટિંગથી તહેલકો માવી દીધો. તેણે ફક્ત 85 બોલમાં 123 રનની ઇનિંગ રમી.

જ્યારે રૉય આઉટ થયો ત્યાં સુધીમાં ઇંગ્લેન્ડે અડધો ટાર્ગેટ હાંસેલ કરી લીધો હતો. તે બાદ જૉ રૂટ અને કેપ્ટન મૉર્ગને રનના ખડકલા કરવામાં કોઇ કમી ન આવવા દીધી.

તેમણે વેસ્ટઇન્ડીઝના બોલરો પર હલ્લા બોલ કર્યો. રૂટે ફક્ત 97 બોલમાં 102 રનની ધૂંઆધાર ઇનિંગ રમી.જ્યારે મોર્ગને 65 રન બનાવ્યા. ત્રીજી વિકેટ માટે આ બંનેએ 116 રનની પાર્ટનરશીપ કરી.

ઇંગ્લેન્ડે આ ટાર્ગેટ 8 બોલ બાકી હતાં ત્યાં જ પૂરો કરી લીધો. પાંચ વન ડે મેચની સીરીઝમાં ઇંગ્લેન્ડે 1-0થી લીડ મેળવી લીધી છે. તેની પહેલા વેસ્ટઇન્ડીઝની ઇનિંગના હીરો રહ્યાં ક્રિસ ગેલ. સાત મહિના બાદ વન ડે ક્રિકેટમાં વાપસી કરનારા ગેલે 135 રનની તોફાની ઇનિંગ રમી. ગેલે આ તાબડતોબ ઇનિંગ દરમિયાન 12 સિક્સર ફટટાકી. પરિણામે આંતરરાષ્ટ્રી ક્રિકેટમાં સિક્સરનો એક નવો રેકોર્ડ બની ગયો. ક્રિસ ગેલ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter