GSTV

આ કેરેબિયન ક્રિકેટરની મોટી છલાંગ, આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો

ક્રિકેટર

Last Updated on July 15, 2020 by Bansari

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં શાનદાર દેખાવ કરીને મેચ જીતનારી વેસ્ટ ઇન્ડિઝની ટીમનો સુકાની જેસન હોલ્ડર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ટેસ્ટ ક્રમાંકમાં હવે બીજા ક્રમે પહોંચી ગયો છે. આ ટેસ્ટમાં હોલ્ડરે પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડની છ વિકેટ ખેરવી હતી. આ સાથે છેલ્લા 20 વર્ષમાં કોઈ પણ કેરેબિયન ક્રિકેટર માટે આ સર્વશ્રેષ્ઠ ક્રમાંક છે.

જેસન હોલ્ડરે રોઝ બાઉલ ખાતેની ટેસ્ટમાં પ્રથમ દાવમાં 42 રનમાં છ વિકેટ સાથે મેચમાં સાત વિકેટ ઝડપી હતી. તેણે આ સાથે કુલ 862 રેટિંગ પોઇન્ટ હાંસલ કર્યા હતા. 2000ની સાલમાં કર્ટની વોલ્શે 866 રેટિંગ પોઇન્ટ હાંસલ કર્યા બાદ આઈસીસી ક્રમાંકમાં કોઇ પણ કેરેબિયન ક્રિકેટર માટે આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

ભારતના ક્રિકેટર્સે ટોપ 10માં મેળવ્યું સ્થાન

કોરોના વાયરસને કારણે માર્ચ મહિનાથી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્થગિત થઈ ગયું હતું. હવે જુલાઈમાં તેનો ફરીથી પ્રારંભ થયો છે. જોકે ભારતના ખેલાડી હજી સુધી ટેસ્ટ રમતા નથી. આમ ભારતના બોલર અને બેટ્સમેને આઇસીસી ટોપ 10માં પોતાના સ્થાન જાળવી રાખ્યા છે.

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથ બાદ બીજા ક્રમે છે તો ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે અનુક્રમે સાત અને નવમા ક્રમે યથાવત છે. બોલિંગમાં જસપ્રિત બુમરાહ સાતમા ક્મે છે અને મોખરાના દસ બોલરમાં તે એકમાત્ર ભારતીય બોલર છે. જેસન હોલ્ડર બીજા ક્રમે આવી ગયો છે તો બેટિંગમાં તે 35મા ક્રમે છે.

Read Also

Related posts

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારનો સૌથી મોટો નિર્ણય, રાજ્યના વિવિધ જીલ્લાઓના 14 જજોની કરી બદલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!