GSTV
Home » News » OMG ! જસલીને સૌની સામે અનૂપ જલોટાને કરી Kiss, જોતા રહી ગયાં Bigg Boss કન્ટેસ્ટન્ટ્સ

OMG ! જસલીને સૌની સામે અનૂપ જલોટાને કરી Kiss, જોતા રહી ગયાં Bigg Boss કન્ટેસ્ટન્ટ્સ

બિગબૉસના ઇતિહાસની સૌથી અનોખી જોડી જસલીન મથારૂ અને અનૂપ જલોટા આ સીઝનમાં ફેન્સને જબરદસ્ત રીતે ચોંકાવવા માટે તૈયાર છે. અત્યાર સુધી તમે બિગબૉસના ઘરમાં લવ બર્ડ્ઝને છુપાઇને કિસ કરતાં જોયા હશે પરંતુ આવનારા એપિસોડમાં જસલીન ઘરના તમામ સભ્યોની સામે જ પોતાના જોડીદાર ભજન સમ્રાટને કિસ કરતી જોવા મળશે.

બિગબોસ 12ના નવા પ્રમોમાં તેની એક ઝલક જોવા મળે છે. રિલિઝ કરવામાં આવેલા પ્રોમોમાં જોઇ શકાય છે કે જસલીન અનૂપ પાસે જાય છે અને કહે છે કે તે જ્ પણ કરશે તેમણે તેનું પાલન કરવું પડશે અને પીછેહઠ ન કરે. અનૂપ હંમેશાની જેમ જ જસલીનની વાત માની લે છે અને જસલીન પહેલા અનૂપના માથા પર કિસ કરે છે અને પછી તેમના ગાલ પર કિસ કરે છે. અનૂપ થોડા શરમાઇ જાય છે અને આ બધુ જોઇને ઘરના તમામ મેમ્બર્સ પણ દંગ રહી જાય છે.

તે પછી ત્યાં હાજર સભ્યો આ કપલ માટે હૂટિંગ શરૂ કરી દે છે.

આ વીડિયો શેર કરવાની સાથએ કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, અનૂપ જલોટાને મળી રહ્યો છે જસલીનનો પ્રેમ, શું તેનાથી ઘરના અન્ય સભ્યોને ઇર્ષ્યા થઇ રહી છે?

બિગબોસ 12માં સૌથી વધુ ચર્ચામાં છે તો તે છે જસલીન અને અનૂપ જલોટાની જોડી. બિગબોસના સૌથી સિનિયર કન્ટેસ્ટન્ટ અનુપ જલોટા ઘરમાં પોતાની ગાયકીથી દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે. તેઓ આ શૉમાં પોતાની શિષ્ય તથા ગર્લફ્રેન્ડ જસલીન મથારૂ સાથે આવ્યાં છે. જસલીન-અનુપે 3 વર્ષથી રિલેશનશીપમાં હોવાની વાતનો ખુલાસો કરીને સૌકોઇને આશ્વર્યમાં મુકી દીધાં હતાં.  હાલમાં બિગબોસના તમામ ફેનની નજર માત્ર અનુપ જલોટા અને જસલીન પર જ મંડાઈ છે. તમામને જસલીન અને અનુપ જલોટાની પ્રેમલીલામાં જ રસ છે. બિગબોસની 12મી સિઝનના પ્રથમ એપિસોડથી લોકોએ સોશિયલ મિડિયા પર અનુપ જલોટા અને જસલિનને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

Related posts

130 ફૂટનાં ઉંચા પહાડ પર ઘર બનાવીને એકલો રહે છે આ શખ્સ, કારણ છે એકદમ અનોખું

Path Shah

કોંગ્રેસ-JDSનો પ્લાન B તૈયાર, ભાજપના મિશનને આવી રીતે આપશે માત

Kaushik Bavishi

આ છે વિશ્વની સૌથી ભયાવહ અને ડરામણી જગ્યા, જમીનની નીચે કંકાલનું રાજ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!