ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ગુજરાત ભાજપે વિવિધ બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે, સંખ્યાબંધ બેઠકો પર કદ્દાવર નેતાઓની ટિકિટ કપાઈ છેતો યુવાઓને તક મળી છે. આ વચ્ચે વિસનગરના રાજકારણમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અપક્ષ રીતે ઉભા રહીને ચૂંટણી લડવાના છે. વિપુલ ચૌધરી વિસનગરથી ચૂંટણી લડશે તેવી રાજકીય અટકળો સામે આવી છે. વિસનગરમાં મોટે ભાગે પાટીદાર ઉમેદવારની જીત થતી હોય છે.

ઉલ્લેખનીય છે કે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અપક્ષમાંથી ચૂંટણી લડશે તો ભાજપ માટે કપરા ચઢાણ થશે, વિસનગર બેઠક પર કાંટાની ટક્કર સર્જાવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે.
- પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ અપક્ષ ઉમેદવારી કરશે
- જશુભાઈ પટેલ કાંસા અપક્ષ ઉમેદવારી કરશે
- વિસનગર ખાતે આજે કિસાન ડેરી નજીક સમર્થકો ની બેઠક બોલવાઈ
- સોશિયલ મીડિયામાં ચૂંટણી લડવાની કરી જાહેરાત

જેમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ કાંસા અપક્ષ રીતે ચૂંટણી લડશે. વિસનગર ખાતે આજે કિસાન ડેરી નજીક સમર્થકોની બેઠક બોલાવવામાં આવી હતી. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી