જસદણ જીતનો સૌથી વધુ ફાયદો બાવળિયાને જ થશે, બની ગયા ભાજપના કદાવર નેતા

પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવજી બાવળિયાની જીત થઈ છે ત્યારે આ જીતની ભાજપ કાર્યાલય કમલમ ખાતે પાર્ટી કાર્યકરોએ ઉજવણી કરી હતી. કમલમ ખાતે પાર્ટી કાર્યકરોએ ફટાકડા ફોડીને, જીતની ઉજવણી કરી હતી.તો ત્યાં પહોંચેલા સીએમ વિજય રૂપાણીનું મોં મીઠુ કરાવીને વિજયોત્સવ ઉજવ્યો હતો. ભાજપ કાર્યલય ખાતે સીએમ રૂપાણીની સાથે તેમના પત્ની અંજલી રૂપાણી પણ પહોંચ્યા હતા. કોંગ્રેસે ખેડૂતોના નામે જુઠ્ઠા વચનો આપ્યા હતા અને ગુજરાતમાં ભાજપનો ગઢ મજબુત બન્યા છે અને વિધાનસભામાં 100 ધારાસભ્યો થયા છે.

જીતથી બાવળિયાને થશે સૌથી મોટો ફાયદો

 • બાવળિયાનું ભાજપમાં કદ વધ્યું
 • ભાજપમાં મંત્રી પદ બચી ગયું અને સર્વમાન્ય નેતા બની ગયા
 • જસદણ એ કોંગ્રેસનો નહીં બાવળિયાનો ગઢ હોવાનું પૂરવાર કર્યું
 • કોંગ્રેસને બતાવી દીધું કે આજે પણ તેમનું સૌરાષ્ટ્રમાં વર્ચસ્વ છે.
 • કોળી સમાજમાં પણ હવે સર્વસામાન્ય નેતા બની રહેશે,
 • કોળી સમાજના નેતા હોવાનું ભાજપમાં પ્રસ્થાપિત કરશો સોલંકી બંધુઓનું કદ ઘટી જશે.
 • ભવિષ્યમાં સૌરાષ્ટ્રના કદાવર નેતા તરીકે કેન્દ્રમાં પણ મળી શકે સ્થાન
 • કોળી સમાજના 5 રાજ્યોમાં રહેલા મતો અંકિત કરવા મોદી આપી શકે છે ચાન્સ
 • 20 હજાર વોટોથી બાવળિયાએ જસદણ જીતી પોતાનું રાજકીય ભવિષ્ય બચાવી લીધું
 • મોદી અને અમિત શાહની આબરૂનું ધોવાણ અટકાવતાં દેશમાં બાવળિયાની નોંધ લેવાશે

સીએમ વિજય રૂપાણીએ બાવળિયાની પ્રચંડ લીડથી જીતને ભાજપની જીત ગણાવી છે. આ ભાજપને તો ફાયદો થયો છે પણ હાર અને જીતથી સૌથી વધારે ફર્ક એ બાવળિયાને પડવાનો હતો. આ હાર થઈ હોત તો કોંગ્રેસ માટે એક સીટનો ફાયદો થયો હોત. ભાજપ માટે તો એક બેઠક આમ પણ તેમની હતી અને ગુમાવી હોત. હા ભાજપની આબરૂનું ધોવાણ થયું હોત પણ સૌથી વધારે નુક્સાન બાવળિયાને થવાનું હતું. હવે આ જીતનો સૌથી વધુ ફાયદો પણ બાવળિયાને થવાનો છે. જાણો કયા પ્રકારે બાવળિયાને ફાયદો થશે.

બાવળિયાએ ભાજપનો ભરોસો જાળવ્યો

 • જસદણ કુંવરજી બાવળિયાનો અજેય ગઢ છે એ ફરી પૂરવાર થયું
 • ભાજપમાં જૂના જોગીઓની સરખામણીએ કુંવરજી બાવળિયાનું પ્રભુત્વ વધશે
 • દાયકાઓથી કોંગ્રેસનો ગઢ રહેલી જસદણની બેઠક પર ભાજપ મજબૂત થશે
 • ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઇ જશે
 • સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓની રાજકીય પ્રતિષ્ઠા જળવાઇ રહેશે
 • દિલ્હીથી હાઇકમાન્ડ દ્વારા લેવાયેલો નિર્ણય સાચો હતો એ પૂરવાર થયું
 • કુંવરજીને પ્રધાનપદુ આપવાનો નિર્ણય બરાબર હતો તે સાબિત થયું
 • પાંચ રાજ્યોની હાર બાદ ભાજપ માટે જીત ટોનિક સમાન બની રહેશે
 • લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપમાં નવું જોમ પુરાશે
 • ભાજપ પૂરા જોમ અને ઉત્સાહ સાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરશે
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter